1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ, ચૂંટણીનું વર્ષ હોય નવા કરવેરા ન ઝીંકાયા
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ, ચૂંટણીનું વર્ષ હોય નવા કરવેરા ન ઝીંકાયા

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ, ચૂંટણીનું વર્ષ હોય નવા કરવેરા ન ઝીંકાયા

0
Social Share

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિ.કમિશનર લોચન સહેરાએ રજુ કર્યું હતું. મ્યુનિ.કોર્પોરેશનના બજેટનું કદ રૂપિયા 8111 કરોડનું છે. ગત વર્ષે 7475 કરોડનુ બજેટ હતું. 636 કરોડના વધારાવાળુ આ બજેટ છે. જેમાં રેવન્યુ ખર્ચ 4240 કરોડ, કેપિટલ ખર્ચ 3871 કરોડ સાથે કુલ 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ ઓનલાઇન વીડિયો-કોન્ફરસના માધ્યમથી રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે રૂ. 8111 કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં શહેરીજનો પર કોઈપણ જાતના વેરાનો વધારો કરવામાં આવ્યો નથી. એ જોતાં આ બજેટ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચાલુ વર્ષે સ્વચ્છ, સ્વસ્થ અને પ્રદુષણમુક્ત બજેટ મૂકવામાં આવ્યું છે. ભાજપશાસિત સ્ટેન્ડિંગ કમિટી સુધારા-વધારા કરી અંદાજિત 10 ટકાનો વધારો કરી રૂ. 8500 કરોડની આસપાસનું બજેટ મંજૂર કરાશે.

આમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના આજે રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ નાદુરસ્ત તબિયતને કારણે ઘરેથી ઓનલાઈન જોડાયા હતા. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના અન્ય સભ્યો અને પદાધિકારીઓ બજેટ બેઠકમાં હાજર રહ્યા હતા.ગત વર્ષ કરતા 636 કરોડના વધારા સાથેનું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મુકવામાં આવ્યું છે. આ વર્ષના અમદાવાદના ડ્રાફ્ટ બજેટમા ચૂંટણીની અસર જોવા મળી છે. અમદાવાદના નાગરિકો પર કોઇ વધારા ઝીંકાયા નથી. સામાન્ય વેરામાં કોઇ વધારો કરાયો નથી. વોટર અને કન્ઝરવેશી ટેક્સમાં કોઇ વધારો નથી કરાયો. તો વાહન વેરામાં પણ વધારો નથી.

મ્યુનિ.કોર્પોરેશનના આજે રજુ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં ટ્રાફિકના નિવારણ માટે 6 કરોડ, અર્બન ટ્રાન્સપોર્ટ માટે 490 કરોડ, બીઆરટીએસ માટે 100 અને એએમટીએસ માટે 390 કરોડ, 100 ઇલેક્ટ્રીક બસ ખરીદવાનું આયોજન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 297.55 કરોડની ફાળવણી, મહિલાઓ માટે 21 પીંક ટોયલેટ ઉભા કરાશે, તેમજ 8.40 કરોડના ખર્ચે ટોઇલેટ બનાવાશે, ફ્લડ મોનિટીરીંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 100 કરોડની જોગવાઇ, જેમાંથી ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાટર્સ માટે 60 કરોડ, ૩ નવા ફાયર સ્ટેશન બનશે. 17 કરોડના ખર્ચે એક સ્ટેશન બનશે

આ ઉપરાંત શહેરના પાંચકુવા ફાયર સ્ટેશનનું રીટ્રોફીકેશન કરાશે, ઓઢવ ફાયર સ્ટેશનનું નવિનિકરણ થશે, નવા 10 અર્બન હેલ્થ સેન્ટર બનાવવા 40 કરોડની જોગવાઈ, 20 કરોડના ખર્ચે નવા CHC 2 બનાવશે, 3 નવી ફાયર ચોંકી બનાવાશે, અઢી કરોડના ખર્ચે એક ચોંકી બનશે, જાહેર મકાન માટે 341 કરોડની જોગાવાઈ, ગોતા ચાંદલોડીયામાં કોમ્યુનિટી હોલ બનશે. અને હાઉસિંગ મટે 95043 મકાનો બનવાનું આયોજન કરાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code