1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ RTOની આવક વધીઃ નવા વાહનોના નંબરની સિરીઝની હજારમાં રૂ. 74 લાખની આવક
અમદાવાદ RTOની આવક વધીઃ નવા વાહનોના નંબરની સિરીઝની હજારમાં રૂ. 74 લાખની આવક

અમદાવાદ RTOની આવક વધીઃ નવા વાહનોના નંબરની સિરીઝની હજારમાં રૂ. 74 લાખની આવક

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતા સરકારે કેટલીક છુટછાટ આપતા ફરીથી જીવન ધબકતું થયું છે. તેમજ સરકારી કચેરીઓ પણ પહેલાની જેમ કાર્યરત થઈ છે. લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે પરંતુ વાહનના પસંદગીનો નંબર મેળવવા માટે મોટી રકમ ચુકવવામાં અમદાવાદીઓ ખચકાતા નહીં હોવાનું જાણવા મળે છે. કોરોનાની બીજી લહેર પૂર્ણ થયા બાદ અમદાવાદ આરટીઓ દ્વારા તાજેતરમાં જ WC સીરીજ માટે હરાજી કરવામાં આવી હતી જેમાં 697 શહેરીજનોએ ભાગ લીધો હતો. WC સિરીઝના અલગ અલગ ગોલ્ડન અને સિલ્વર નંબર માટે RTO ને માત્ર 74  લાખ રૂપિયા ની આવક થઈ હતી. એક વાહન ચાલકે 0001 નંબર માટે રૂ. 4 લાખની રકમ ચુકવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સહિત સમગ્ર દેશ છેલ્લા એક વર્ષથી વધુના સમયથી કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. કોરોના મહામારીને કારણે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. તેમજ અનેક લોકોએ રોજગાર ગુમાવ્યો છે. બીજી તરફ સરકારની આવકમાં પણ ઘટાડો છયો છે. કોરોનાની બીજી લહેરને કારણે વાહનોની ખરીદીમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. જેને કારણે ઓટોમોબાઇલ સેક્ટરને મોટું નુકસાન થયું હતું. તેમજ આરટીઓ કચેરીને પણ વાહનોના રજિસ્ટ્રેશન થી લઈને ચોઇસ નંબરમાં જોઈએ તેવી કમાણી થઈ નહોતી. અમદાવાદ RTO દ્વારા જાન્યુઆરી મહિનામાં WB સીરીઝ માટે હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં માત્ર 123 શહેરીજનોએ જ ભાગ લીધો હતો. જો કે, કોરોનાની બીજી લહેર બાદ તાજેતરમાં વાહનોના નંબરની નવી સિરીઝ WC માટે હરાજી કરાઈ હતી. જેમાં 697 શહેરીજનોએ ભાગ લીધો હતો. અલગ અલગ ગોલ્ડન અને સિલ્વર નંબર માટે RTO ને 72.46 લાખ રૂપિયા આવક થવા પામી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code