1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદઃ આઈપીએલની ફાઈનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
અમદાવાદઃ આઈપીએલની ફાઈનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

અમદાવાદઃ આઈપીએલની ફાઈનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

0
Social Share

નવી દિલ્હીઃ હાલ ઈન્ડિયન પ્રિમીયર લીગ એટલે કે આઈપીએલની મેચ રમાઈ રહી છે. આઈપીએલની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આગામી તા. 29મી મેના રોજ અમદાવાદમાં આઈપીએલની ફાઈનલ રમાશે. આ ઉપરાંત મહિલા ટી-20 મેચની પણ જાહેરાત કરવામાં આવશે.

BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે, આઈપીએલ 2022ના પ્લેયઓફ સ્ટેજના મુકાબલા અમદાવાદ અને કોલકાતામાં રમાશે. આઈપીએલની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29મીએ રમાશે. 27 મેના દિવસે ક્વોલિફાયર રમાશે. ઈડન ગાર્ડન્સમાં 24મેએ ક્વોલિફાયર 1 અને 25મેએ એલિમિનેટર રમાશે.

મહિલા ટી20ની તારીખોની જાહેરાત કરતા જય શાહે કહ્યું કે ચાલુ વર્ષે મહિલા ટી-20 રમાશે અને મહિલા ટીમ 20ની ચોથી સિઝન પુણેમાં રમાશે.23, 24, 26મીએ મહિલા આઈપીએલની મેચો રમાશે જ્યારે મહિલા આઈપીએલની ફાઈનલ મેચ 28મે રમાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code