અમદાવાદની GCS હોસ્પિટલને ગોલ્ડ ક્વોલિટી સર્ટિફિકેટથી પ્રમાણિત કરાઈ
અમદાવાદઃ શહેરની જીસીએસ હોસ્પિટલને ગોલ્ડ ક્વોલિટી સર્ટિફિકેટથી પ્રમાણિત કરવામાં આવી. જીસીએસ હોસ્પિટલને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગુણવત્તાયુક્ત સારવાર આપવા માટે ગોલ્ડ ક્વોલિટી સર્ટિફિકેટથી પ્રમાણિત કરવામાં આવી છે. આયુષ્માન ભારત હેઠળ 24 સ્પેશિયાલિટી માટે જીસીએસ હોસ્પિટલ દર વર્ષે લગભગ 10,000 લાભાર્થીઓને સારવાર પૂરી પાડે છે.
જીસીએસ હોસ્પિટલએ NABH (National Accreditation Board for Hospitals) સ્વીકૃત 750 બેડની હોસ્પિટલ છે અને તમામ પ્રકારના લોકોને નજીવા દરે સારવાર પૂરી પાડે છે. દરમિયાન અમદાવાદની GCS હોસ્પિટલને ગોલ્ડ ક્વોલિટી સર્ટિફિકેટથી પ્રમાણિત કરાઈ છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તેમજ આરોગ્યલક્ષી સેવાઓમાં વધારો થાય તેવા પ્રયાસો કરી રહી છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

