1. Home
  2. ગુજરાતી
  3. મધ્યપ્રદેશના મુરેનામાં મોટી દુર્ઘટના,એરફોર્સનું સુખોઈ-30 અને મિરાજ-2000 ફાઈટર જેટ ક્રેશ
મધ્યપ્રદેશના મુરેનામાં મોટી દુર્ઘટના,એરફોર્સનું સુખોઈ-30 અને મિરાજ-2000 ફાઈટર જેટ ક્રેશ

મધ્યપ્રદેશના મુરેનામાં મોટી દુર્ઘટના,એરફોર્સનું સુખોઈ-30 અને મિરાજ-2000 ફાઈટર જેટ ક્રેશ

0
Social Share

ભોપાલ:મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો.જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા.માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, જ્યાં અભ્યાસ ચાલી રહ્યો હતો.રક્ષા મંત્રીએ આ ઘટના અંગે વાયુસેના પ્રમુખ સાથે વાત કરી છે.

મુરેનાના કલેક્ટરે માહિતી આપતાં જણાવ્યું કે,જેટ પ્લેન સવારે સાડા પાંચ વાગ્યે ક્રેશ થયું હતું. બંને પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.દુર્ઘટના બાદ એરફોર્સે મામલાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીની સ્થાપના કરી છે.જે જોશે કે બંને વિમાનો એકબીજા સાથે અથડાયા કે અન્ય કોઈ કારણથી આ દુર્ધટના ઘટી.મળતી માહિતી મુજબ, દુર્ઘટના સમયે સુખોઈ 30માં બે પાઈલટ હતા જ્યારે મિરાજ 2000માં એક પાઈલટ હતો.કહેવામાં આવી રહ્યું છે કે 2 પાયલટ સુરક્ષિત છે જ્યારે ત્રીજા પાયલટને લેવા માટે એરફોર્સનું હેલિકોપ્ટર પહોંચ્યું છે.જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પાયલોટને સ્ટ્રેચર પર સુવડાવીને હેલિકોપ્ટરમાં લાવવામાં આવી રહ્યો છે.

મિરાજ 2000 ફાઈટર જેટ ઉડાડવા માટે માત્ર એક પાઈલટની જરૂર છે.આ જેટની લંબાઈ 47.1 ફૂટ છે.વિંગસ્પેન 29.11 ફૂટ છે.ઊંચાઈ 17.1 ફૂટ છે.શસ્ત્રો અને બળતણથી તેનું વજન 13,800 કિલો થઈ જાય છે. આમ તેનું વજન 7500 કિલો છે.26 ફેબ્રુઆરી 2019 ના રોજ, 12 મિરાજ 2000 ફાઇટર જેટ પાકિસ્તાનના બાલાકોટમાં પ્રવેશ્યા હતા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પને નષ્ટ કરી દીધા હતા.

સુખોઈ 30ની વાત કરીએ તો તેની લંબાઈ 72 ફૂટ છે.વિંગસ્પેન 48.3 ફૂટ છે. ઊંચાઈ 20.10 ફૂટ છે.તેનું વજન 18,400 કિલોગ્રામ છે.તે લીયુલ્કા એલ-31FP આફ્ટરબર્નિંગ ટર્બોફન એન્જિન દ્વારા સંચાલિત છે, જે તેને 123 કિલોન્યુટનની શક્તિ આપે છે.આ એન્જિન અને તેની એરોડાયનેમિક ડિઝાઈનના કારણે ફાઈટર જેટ 2120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે.તેની રેન્જ પણ 3000 કિલોમીટર છે.જો ઈંધણ અધવચ્ચે મળી જાય તો તે 8000 કિલોમીટર સુધી જઈ શકે છે.તે લગભગ 57 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ દુર્ઘટના પર ટ્વિટ કર્યું છે.

 

આના થોડા સમય પહેલા જ યુપીના આગ્રાથી ઉડતું વિમાન રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં ક્રેશ થયું હતું.જોકે,આ એરક્રાફ્ટ રહેણાંક વિસ્તારમાં ક્રેશ નથી થયું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code