1. Home
  2. ગુજરાતી
  3. ટ્રાન્સપોર્ટ ફ્લીટને આધુનિક બનાવશે વાયુસેના,AN-32 એરક્રાફ્ટની જગ્યા લેશે C-295 વિમાન
ટ્રાન્સપોર્ટ ફ્લીટને આધુનિક બનાવશે વાયુસેના,AN-32 એરક્રાફ્ટની જગ્યા લેશે C-295 વિમાન

ટ્રાન્સપોર્ટ ફ્લીટને આધુનિક બનાવશે વાયુસેના,AN-32 એરક્રાફ્ટની જગ્યા લેશે C-295 વિમાન

0
Social Share

દિલ્હી:ભારતીય વાયુસેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ AN-32 ની જગ્યા હવે C-295 વિમાન લેશે.આ વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે.વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે,ભારતીય વાયુસેના તેના પરિવહન કાફલાને આધુનિક બનાવવાની તૈયારી કરી રહી છે, જે અંતર્ગત આ મહત્વપૂર્ણ ફેરફાર પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, C-295 મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ અને યુરોપિયન ફર્મ એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ દ્વારા બનાવવામાં આવશે. આ પગલાને 1960ના દાયકામાં આઈએએફના પરિવહન કાફલામાં સામેલ કરાયેલા એવરો-748 એરક્રાફ્ટના રિપ્લેસમેન્ટ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.સાથે જ અધિકારીઓનું એમ પણ કહેવું છે કે,AN-32ની જગ્યાએ C-295 એરક્રાફ્ટ પર સહમતિ બનાવવામાં આવી રહી છે.

ભારતીય વાયુસેના હાલમાં 90 AN-32 એરક્રાફ્ટ ચલાવે છે.આ વિમાન લદ્દાખ અને પૂર્વોત્તર સહિત દેશના ઘણા ભાગોમાં તૈનાત સૈનિકોની મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. એરફોર્સના અન્ય એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે,C-295 એરક્રાફ્ટ AN-32ની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે અને તે વધુ સારું રિપ્લેસમેન્ટ સાબિત થઈ શકે છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code