1. Home
  2. ગુજરાતી
  3. એર ઈન્ડિયાના ક્રુ હવે નહી જોવા મળે સાડીમાં, ફ્લાઈટ ક્રૂ માટે નવો યુનિફોર્મ લાગૂ
એર ઈન્ડિયાના ક્રુ હવે નહી જોવા મળે સાડીમાં, ફ્લાઈટ ક્રૂ માટે નવો યુનિફોર્મ લાગૂ

એર ઈન્ડિયાના ક્રુ હવે નહી જોવા મળે સાડીમાં, ફ્લાઈટ ક્રૂ માટે નવો યુનિફોર્મ લાગૂ

0
Social Share

દિલ્હીઃ- એર ઈનિડાય ફ્લાઈટના ફિમેલ ક્રુ મેમ્બર્સ  હંમેશા સાડીમાં જોવા મળતા હતા જો કે હવે આ લોટો માટે સાડી બંઘ થવા જઈ રહી છે અને નવો યુનિફોર્મ લાગૂ કરવામાં આવી રહ્યો છે એટલે કે એર ઈનડાયામાં તમે મુસાફરી કરશો ત્યારે પહેલાની જેમ ક્રુ મેમ્બર સાડીમાં હવે જોવા નહી મળે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  એર ઈન્ડિયા ફ્લાઈટ ક્રૂ માટે નવો યુનિફોર્મ લાવી છે. એવું માનવામાં આવે છે કે નવો યુનિફોર્મ નવેમ્બરથી લાગુ થઈ શકે છે. આ અંગેની જાહેરાત એર ઈન્ડિયા દ્વારા ઓગસ્ટમાં જ કરવામાં આવી હતી. હવે જે સાડી ટ્રેડિશનલ લુકનું ગૌરવ હતું તે પણ લુપ્ત થવા જઈ રહ્યું છે. નવો ડ્રેસ વિસ્તારામાં પણ લાગુ થશે.

આ બબાતની વઘુ વિગત અનુસાર એર ઈન્ડિયામાંથી સાડી રવાના થવાની છે. મહિલા ફ્લાઇટ ક્રૂ માટે નવો યુનિફોર્મ નવેમ્બર સુધીમાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓ માટે ખાસ ચુડીદાર ડિઝાઇન કરાયેલ યુનિફોર્મ પસંદ કરવામાં આવ્યો છે.જો કે સાડી જે રીતે ટ્રેડિશનલ પોષાક છે તે જ રીતે નવો યુનિફઓર્મ પણ ટ્રેડિશનલ રહેશે.

તો બીજી તરફ  પુરુષોની વાત કરીએ તો તેમનો યુનિફોર્મ પણ બદલાશે. તેમના માટે સૂટ પણ સામેલ કરવામાં આવશે. એર ઈન્ડિયા છ દાયકા પછી યુનિફોર્મ બદલવા જઈ રહી છે. નવેમ્બર સુધીમાં મહિલા કર્મચારીઓના કપડામાંથી સાડીઓ હટાવવામાં આવશે તે લગભગ નિશ્ચિત છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1962 સુધી, મહિલા કર્મચારીઓ માટેના ગણવેશમાં સ્કર્ટ, જેકેટ અને ટોપીનો સમાવેશ થતો હતો. પરંતુ તે પછી, સ્વર્ગસ્થ જેઆરડી ટાટાની સૂચનાને અનુસરીને, રમતગમતની સાડીઓનો યુનિફોર્મ તરીકે સમાવેશ કરવામાં આવ્યો. જે બાદ પ્રથમ સાડી બિન્ની મિલ્સ પાસેથી લેવામાં આવી હતી. ક્રૂના નવા લૂકની જવાબદારી પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને આપવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code