
હૈદરાબાદથી દુબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ
તેલંગણા:હૈદરાબાદથી દુબઈ જતી એર ઈન્ડિયાની A320 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી અને ટેક્નિકલ ખામી બાદ મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ નંબર AI-951ની હાઈડ્રોલિક સિસ્ટમમાં ગરબડ થઈ હતી, જેના પછી વિમાનને ઉતાવળમાં વાળવું પડ્યું હતું.મળતી માહિતી મુજબ આ વિમાનમાં 143 મુસાફરો હતા.હાલમાં પ્લેનનું મુંબઈમાં સુરક્ષિત લેન્ડિંગ થયું છે અને ખામીઓ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જો કે રિપોર્ટ અનુસાર એર ઈન્ડિયાના એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના કિસ્સા પણ સામે આવ્યા છે.ગયા મહિને એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-581માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.જેના કારણે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.આ વિમાને મુંબઈથી કાલિકટ માટે ઉડાન ભરી હતી અને 10 મિનિટ પછી તેમાં ટેકનિકલ ખામીની ફરિયાદ મળી હતી.આ પ્લેનમાં પણ 110 થી વધુ મુસાફરો હતા.
બીજી તરફ 18 નવેમ્બરે ઈન્ડિગોની ફ્લાઈટનું પણ ટેકનિકલ ખામીના કારણે કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.મીડિયા અહેવાલો અનુસાર, 156 મુસાફરોને લઈને ઈન્ડિગોની આ ફ્લાઈટ સવારે 10:05 વાગ્યે કોલકાતા એરપોર્ટથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. ટેક્નિકલ પ્રોબ્લેમ ટેકઓફ થતાં જ ખબર પડી હતી.