
દિલ્હીઃ- એર ઈન્ડિયા ફરી ચર્ચામાં આવ્યું છે જો કે આ વખતે ચર્ચાનું કારણ તેનો લોગો છે ,કારણ કે ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ ગુરુવારે તેના નવા લોગો અને ડિઝાઇનનું અનાવરણ કર્યું હતું.
આ બાબતને લઈને ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે નવો લોગો અપાર સંભાવનાઓ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. એર ઈન્ડિયાએ ગુરુવારે સાંજે એક લાઈવ ઈવેન્ટમાં તેના નવા લોગોનું અનાવરણ કર્યું.
વઘુમાં તેમણે કહ્યું કે વિસ્ટાએ ઐતિહાસિક રીતે અમર્યાદ શક્યતાઓ, પ્રગતિ અને આત્મવિશ્વાસનું પ્રતિનિધિત્વ કર્યું છે.” ઈવેન્ટ દરમિયાન, ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયાએ તેની પુનઃબ્રાન્ડિંગ અપાર સંભાવનાઓ અને આત્મવિશ્વાસ સાથે કરી છે.
જાણકારી અનુસાર એર ઈન્ડિયાએ તેના લોગોના ભાગ રૂપે લાલ, સફેદ અને જાંબલી રંગો યથાલવત રાખ્યા છે.આ સાથે જ નવા લોગોનું નામ ‘ધ વિસ્ટા’ જાહેર કરવામાં આવ્યું છે. એરલાઈને તેની નવી ટેલ ડિઝાઈન અને થીમ સોંગ પણ જાહેર કર્યુંએર ઇન્ડિયાનો નવો લોગો એરલાઇનની નવી ઓળખ અને રિબ્રાન્ડિંગનો એક ભાગ છે.
આ સહીત નવા લોગોના લોન્ચ દરમિયાન ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયા કોઈ બિઝનેસ નથી, તે ટાટા જૂથ માટે એક જુસ્સો છે અને આ જુસ્સો એક રાષ્ટ્રીય મિશન છે. ટાટા સન્સના ચેરમેને કહ્યું કે એર ઈન્ડિયાને વર્લ્ડ ક્લાસ એરલાઈન બનાવવાની યાત્રા હમણાં જ શરૂ થઈ છે.
આ સહીત એમ પણ જણાવ્યું કે 15 મહિનાની સફરમાં અમે એર ઈન્ડિયાને શ્રેષ્ઠ અનુભવ, ટેકનોલોજી, ગ્રાહક સેવા અને સેવા સાથે વિશ્વની શ્રેષ્ઠ એરલાઈન બનાવવા માંગીએ છીએ. છેલ્લા 12 મહિનામાં અમે અમારા તમામ પરિમાણોમાં સુધારો કર્યો છે.ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા દેવામાં ડૂબી હતી ત્યાર બાદ ટાટા ગૃપ દ્રારા તેને ખરીદવામાં આવી હતી ત્યારથી તેના સંચાલનમાં ઘણા સકારાત્મક ફએરફારો જોવા મળ્યા છે.