
એર માર્શલ સંદીપસિંહએ દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો
- એર માર્શલ સંદીપસિંહને મળી મોટી જવાબદારી
- એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો
- દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડમાં ફરજ બજાવશે
ગાંધીનગર : એર માર્શલ સંદીપ સિંહ AVSM VM એ 01 મે 2021ના રોજ ગાંધીનગર ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેઓ 30 એપ્રિલ 2021ના રોજ સેવાનિવૃત્ત થયેલા એરમાર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADCના અનુવર્તી છે.
કાર્યભાર સંભાળ્યા બાદ,એરમાર્શલે યુદ્ધ સ્મારક ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો અને ગાંધીનગર SWAC હેડક્વાર્ટર ખાતે તેમને પ્રભાવશાળી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
એર માર્શલને 23 ડિસેમ્બર 1983ના રોજ ફાઇટર સ્ટ્રીમમાં સેવામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી અને રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ એક્સ્પિરિમેન્ટલ ટેસ્ટ પાઇલટ છે અને શ્રેણી A ક્વોલિફાઇડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે. એરમાર્શલ પરિચાલન અને વિવિધ પ્રકારના ફાઇટર એરક્રાફ્ટમાં એક્સ્પિરિમેન્ટલ ટેસ્ટ ફ્લાઇંગમાં બહોળો અને વૈવિધ્યપૂર્ણ અનુભવ ધરાવે છે. ભારતીય વાયુસેનામાં Su-30 MKI એરક્રાફ્ટ સમાવવામાં તેમણે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
વર્તમાન કાર્યભાર સંભાળતા પૂર્વે તેઓ નાયબ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે સેવા આપી રહ્યાં હતા. પોતાની વિશિષ્ટ સેવા બદલ તેમને 2006માં વાયુ સેના મેડલ અને 2013માં ‘અતિ વિશિષ્ટ સેવા મેડલ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.