1. Home
  2. ગુજરાતી
  3. બેંગ્લોરમાં હવા ખુબ ખરાબ, 2020માં વાયુ પ્રદુષણથી 12 હજારના મોત
બેંગ્લોરમાં હવા ખુબ ખરાબ, 2020માં વાયુ પ્રદુષણથી 12 હજારના મોત

બેંગ્લોરમાં હવા ખુબ ખરાબ, 2020માં વાયુ પ્રદુષણથી 12 હજારના મોત

0
Social Share

બેંગ્લોરઃ દેશના વિવિધ શહેરોમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બની રહી છે. એક રિપોર્ટ અનુસાર, બેંગલુરુમાં 10 એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનો દ્વારા નોંધાયેલ પ્રદૂષણનું સ્તર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ધોરણો કરતાં વધારે હોવાનું જાણવા મળે છે. ગ્રીનપીસ ‘શું દક્ષિણ ભારતીય શહેરો સલામત હવામાં શ્વાસ લઈ રહ્યાં છે?’ શીર્ષક હેઠળ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો ઠછે. આમ બેંગ્લોર અને અન્ય દક્ષિણ ભારતીય શહેરોમાં સ્થિતિ ચિંતાજનક છે. એવું માનવામાં આવે છે કે વાયુ પ્રદૂષણને કારણે અહીં લગભગ 12,000 લોકોના મોત થયા છે.

રિપોર્ટ અનુસાર, PM 2.5 અને PM 10 ના વાર્ષિક સરેરાશ મૂલ્યો દર્શાવે છે કે તમામ સ્થાનો પરના મૂલ્યો WHO ના ધોરણો કરતા વધારે છે.  તમામ સ્ટેશનોના PM 2.5 મૂલ્યો NAAQS ધોરણોની અંદર છે અને 8 સ્ટેશનોમાં PM 10 મૂલ્યો વધુ છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે શહેરોમાં મોટાભાગના લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઓછો ઉપયોગ કરી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા લોકો ખાનગી વાહનોનો સહારો લઈ રહ્યા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ” દેશભરના શહેરોમાં લોકો પ્રદૂષિત હવામાં શ્વાસ લઈ રહ્યા છે. વાયુ પ્રદૂષણ માત્ર ઉત્તર ભારતીય શહેરો પૂરતું મર્યાદિત નથી. ગ્રીનપીસ ઈન્ડિયાના રિપોર્ટ Airpocalypse IV એ ભારપૂર્વક જણાવ્યું છે કે 80% થી વધુ શહેરોમાં PM10 સ્તર 60μg/m3 ની નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય છે.

12 મિલિયનથી વધુની વસ્તી ધરાવતા બેંગલુરુમાં લગભગ 10 મિલિયન વાહનો છે, જે લગભગ 800 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. ખરાબ રસ્તાઓ, નબળા આયોજન અને ખાનગી વાહનોને અપનાવવાના કારણે બેંગલુરુમાં જીવનની ગુણવત્તામાં તીવ્ર ઘટાડો થયો છે, જે અગાઉ ભારતના “ગાર્ડન સિટી” તરીકે ઓળખાતું હતું.

નેધરલેન્ડ સ્થિત ટોમટોમ ઈન્ડેક્સના એક અહેવાલ મુજબ, જ્યારે બેંગલુરુને વિશ્વના સૌથી ખરાબ ટ્રાફિક જામ તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે વાહનોની અવરજવર એટલી ધીમી હતી કે તેણે વૈશ્વિક બદનામ કર્યું હતું. નેધરલેન્ડ સ્થિત TomTom નેવિગેશન, ટ્રાફિક અને નકશા ઉત્પાદનોની વૈશ્વિક પ્રદાતા છે. તેના વાર્ષિક ટ્રાફિક ઇન્ડેક્સ અનુસાર, ભારતનું સ્ટાર્ટઅપ હબ બેંગલુરુ 57 દેશોમાં 415 અન્ય શહેરોને પાછળ રાખીને યાદીમાં ટોચ પર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code