
હવાઈ યાત્રા થઈ શકે છે મોંધી, ફરવા જનારા લોકોએ નોંધ લેવી જરૂરી
- હવાઈ યાત્રા થઈ શકે છે વધારે મોંઘી
- ફરવા જનારા લોકોએ લેવી જોઈએ નોંધ
- તેલના ભાવ વધતા મોંધી થઈ યાત્રા
દિલ્હી :દેશમાં વિમાની કંપનીઓના કુલ ખર્ચના વિમાનના ઇંધણનો લગભગ 40 ટકા ભાગ છે. ડોમેસ્ટિક યાત્રા આ વર્ષે 12 ઓગસ્ટે મોંઘી થઈ ગઈ છે કે,જ્યારે મંત્રાલયે ડોમેસ્ટિક ભાડાની સીમા વધારી દીધી હતી. મંત્રાલયે 40 મિનિટ સુધીની અવધિવાળી યાત્રા માટે નીચલી સીમા 2600 રૂપિયાથી 11.53 ટકા વધારી 2900 કરી દીધા હતા.
ઉડ્ડયન મંત્રાલય અને રાજ્ય સરકાર પોતાના વેટ ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લા 40 દિવસોમાં જમ્મુ અને કાશ્મીર, અંદમાન અને નિકોબાર, લદાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણાએ એફટીએ પર વેટ 25થી 28 ટકાથી ઘટાડી 1થી 2 ટકા કરી દીધો છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
એરલાઈન ઈન્ડસ્ટ્રી માટે ફલાઈટ ઓપરેશન મુશ્કેલ બની રહ્યા છે. કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના જણાવ્યા મુજબ ભારતમાં વિમાની કંપનીઓ માટે વધુ મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. તેલના ભાવ છેલ્લા 8 મહિનામાં 22 ડોલર પ્રતિ બેરલ વધીને 85 ડોલર થઈ ગયા છે.
આ ફલાઈટ પર ઉપરી સીમાને 12.82 ટકા વધારી 8,900 રૂપિયા કરી દીધા હતા. ઉડ્ડયનમંત્રીએ જણાવ્યું કે છેલ્લા 8 માસમાં તેલની કિંમતમાં ખુબ વધારો ઝીંકાયો છે જેથી વિમાની કંપનીના ખર્ચ ચારગણા વધી ગયા છે જેના પર 11 ટકા ઉત્પાદન શુલ્ક અને રાજ્ય સરકાર દ્વારા એક ટકાથી 30 ટકા વચ્ચે વેટ લગાવવામાં આવે છે.