
અજય દેવગન પોતાના હોમ પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં કરણ દેઓલ સાથે કરશે કામ
મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર અજય દેવગન અત્યારે કઈ ફિલ્મોને લઈને ચર્ચામાં છે. પોતાના પ્રોડકશન હેઠળ બની રહેલી ફિલ્મોને લઈને અજય દેવગન સતત કાર્યરત છે. હાલમાં જ હોમ પ્રોડક્શનમાં બનેલી અભિષેક બચ્ચન સ્ટાર ધ બિગબુલ દર્શકોએ ખુબ પસંદ કરી છે. હવે અજય દેવગન હાથમાં સાઉથની જોરદાર ફિલ્મ આવી છે. તેને હિન્દીમાં બનાવવામાં આવશે. જે માટે સાઉથ ફિલ્મના અધિકાર પણ ખરીદી લીધા હોવાનું જાણવા મળે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર અજય દેવગને તેલુગુ ફિલ્મ બ્રોચેવરેવરુરાના હિન્દી રીમેકના અધિકારી ખરીદી લીધા છે. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ક્રાઈમ કોમેડી ફિલ્મ છે. જેમાં શ્રી વિષ્ણુ અને નિવેથા થોમસ લીડ રોલમાં જોવા મળ્યાં હતા. ફિલ્મનું નિર્દેશન વિવેદ અથ્રેયાએ કર્યું હતું. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે સારી એવી કમાણી કરી હતી. હવે આ ફિલ્મને અજય દેવગન હિન્દીમાં બનાવશે.
આ ફિલ્મમાં અજય દેવગન સુપર સ્ટાર સની દેઓલના પુત્ર કરણ દેઓલને લઈને બનાવવા માંગે છે. કરણ દેઓલ સાથે ઓન સ્ક્રીન આવવાની તૈયારી કરી રહ્યાં છે. હાલ આ ફિલ્મનું નામ વૈલી હોવાનું જાણવા મળે છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટીંગ ઉપર અજય દેવગન કામ કરી રહ્યાં છે. હિન્દી રિમેકને દેવેન મુંજાલ ડાયરેક્ટ કરશે. જેઓ પહેલા ઓમ શાંતિ ઓમ અને ચલતે.. ચલતે ફિલ્મનો ભાગ રહી ચુક્યાં છે. 90ના દાયકાના એકશન હિરો સની દેઓલનો પુત્ર કરણ અગાઉ પલ પલ દિલ કે પાસમાં જોવા મળ્યો હતો. તેમજ ફિલ્મનું ડાયેરક્શન સની દેઓલે જ કર્યું હતું.