ફિલ્મ ‘હેરાફેરી 4’ અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની સાથે હવે સંજય દત્ત પણ જોવા મળશે
- હેરાફેરી 4 માં સંજયદત્તની એન્ટ્રી
- અક્ષય કિમાર અને સુનિલ શેટ્ટી સાથે સંજૂ બાબા મચાવશે ધમાલ
મુંબઈઃ- ફિલ્મ હેરાફેરી આજે પણ દર્શકોમાં એટલી જ લોકપ્રિય છે ત્યાર બાદ એ ફિલ્મના બીજા 2 ભાગ પણ આવી ગયા ત્યારે હવે હેરાફેરી 4 ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ફિલ્મમાં કાર્તિક આર્યનનું નામ સામે આવ્યું હતું જો કે ફાઈનલી અક્ષય કુમાર જ લીડ રોલ કરવાની પૃષ્ટી થઈ ચૂકી છે ત્યારે સુનિલ શેટ્ટી સહીત હવે સંજબ બાબાની પણ ફિલ્મમાં એન્ટ્રી થઈ છે.
છેલ્લા કેટલાક દિવસોથી હેરા ફેરી ફ્રેન્ચાઇઝી ફિલ્મ ‘હેરા ફેરી 4’ વિશે નવી માહિતી સામે આવી રહી છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આમાં પણ અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ દર્શકોને કોમેડીનો જબરદસ્ત ડોઝ આપતા જોવા મળશે. તે જ સમયે,દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મમાં સંજય દત્તની એન્ટ્રી કરવામાં આવી છે અને તે નેગેટિવ રોલમાં જોવા મળશે.
કહેવાય રહ્યું છે કે જય દત્તને ‘હેરા ફેરી 4’માં કાસ્ટ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં સંજય દત્તનું પાત્ર નેગેટિવ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય દત્ત એક અંધ વ્યક્તિની ભૂમિકા ભજવશે. તેના પાત્રમાં ટ્વિસ્ટ છે. સંજય દત્તની એન્ટ્રી આ ફિલ્મને વધુ રસપ્રદ બનાવશે. જોવાનું એ રહેશે કે સંજય દત્ત કોમેડિ ફિલ્મમાં કેટલું સફળ પાત્ ભજવી શકે છએ અને દર્શકોને હસાવશે કે નહી.કે માત્ર નેગેટિવ રોલમાં જ હશે.