1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય કુમારની ફિલ્મ ‘અતરંગી રે’ વિરુદ્ધ  ટ્વિટર પર છેડાઈ જંગ – ‘બોયકોટ અતરંગી રે’ ટ્રેન્ડ ,જાણો શું છે કારણ
અક્ષય કુમારની ફિલ્મ ‘અતરંગી રે’ વિરુદ્ધ  ટ્વિટર પર છેડાઈ જંગ – ‘બોયકોટ અતરંગી રે’ ટ્રેન્ડ ,જાણો શું છે કારણ

અક્ષય કુમારની ફિલ્મ ‘અતરંગી રે’ વિરુદ્ધ  ટ્વિટર પર છેડાઈ જંગ – ‘બોયકોટ અતરંગી રે’ ટ્રેન્ડ ,જાણો શું છે કારણ

0
Social Share
  • અક્ષય સારાની વલ સ્ટોરી વિવાદમાં
  • અતરંગી ફઇલ્મને લઈને છેડાઈ જંગ
  • ટ્વિટર પર સર્જાયો વિવાદ

 

મુંબઈઃ-બોલિવૂડમાં ઘણી ફિલ્મો રિલીઝ થતા પહેલા જ વ્વાદમાં આવે છે ત્યારે કેટલીક ફિલ્મો રિલીઝ થયા બાદ જ્યારે હવે અતરંગી ફિલ્મ રિલીઝ થયા પબાદ વિવાદમાં આવી છે, ઓટીટી પ્લેટફોર્મ પર 24 ડિસેમ્બરે રિલીઝ થનારી આનંદ એલ રાયના નિર્દેશનમાં બનેલી ‘અતરંગી રે’ મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મમાં સારા અલી ખાન, ધનુષ અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ હાલમાં જ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી.

આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ હવે બીજી તરફ ટ્વિટર પર ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી રહી છે. હકીકતમાં, ટ્વિટર પર ફિલ્મનો બહિષ્કાર કરવાની સતત માંગ કરવામાં આવી રહી છે. લોકો કહે છે કે અતરંગી રે દ્વારા લવ જેહાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ટ્વિટર પર લિતેલી સાંજથી ‘બોયકોટ અતરંગી રે’ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ટ્રેન્ડને આગળ વધારતા ઘણા યુઝર્સ ટ્વિટ દ્વારા ફિલ્મ વિશે પોતાની નકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુસ્લિમ વ્યક્તિનું અને સારા અલી ખાન હિંદુ છોકરીનું પાત્ર ભજવી રહ્યો છે.જેને લઈને લોકોના મનમામ આ વિવાદ ઉદ્ભવ્યો છે

ટ્વિટર પર યૂઝર્સની અનેક પ્રતિક્રીયા

ટ્વિટર સાંજથી ફિલ્મ વિરુદ્ધ સતત ટ્વિટથી છલકાઈ ગયું છે. ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની સતત માંગ કરવામાં આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘હિન્દી ફિલ્મો અને મુસ્લિમ અભિનેતાના હિંદુ અભિનેત્રી સાથે લગ્નને કારણે લવ-જેહાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જો આપણે લવ જેહાદને રોકવી હોય તો સૌથી પહેલા આપણે હિન્દી ફિલ્મ પ્રોડક્શન પર રોક લગાવવી પડશે.

ત્યારે બીજા એક યુઝરે ટ્વિટ કરીને લખ્યું કે, ‘બોલિવૂડમાં હંમેશા હિંદુ ધર્મને નિશાન બનાવવામાં આવે છે અને અનેક પ્રસંગોએ તેને બદનામ કરવામાં આવે છે. કારણ કે અમે આટલા વર્ષોથી શાંતિથી સહન કરી રહ્યા છીએ.

આમ ટ્વિટર પર અનેક યૂઝર્સ ફિલ્મ અતરંગી રેને બોટકટ કરવા માટેની જૂદી જૂદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code