1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય કુમારની ફિલ્મ ‘કથપુતલી’નું ટ્રેલર રિલીઝઃ સીરિયલ કીલરની શોધમાં પોલીસના શાનદારના રોલમાં અભિનેતા
અક્ષય કુમારની ફિલ્મ ‘કથપુતલી’નું ટ્રેલર રિલીઝઃ સીરિયલ કીલરની શોધમાં પોલીસના શાનદારના રોલમાં અભિનેતા

અક્ષય કુમારની ફિલ્મ ‘કથપુતલી’નું ટ્રેલર રિલીઝઃ સીરિયલ કીલરની શોધમાં પોલીસના શાનદારના રોલમાં અભિનેતા

0
Social Share
  • અક્ષય કુમારની ફિલ્મ કઠપુતળીનું ટ્રેલર રિલીઝ
  • સિરીયલ કિલરની શોધની છે કહાનિ
  • અભિનેતા પોલીસના શાનદાર રોલમાં જોવા મળ્યા

મુંબઈઃ- એક તરફ જ્યાં બોલિવૂડના એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંઘન સુપર ફ્લોપ ગઈ છે ત્યારે બીજી તરફ અભિનેતાની ફિલ્મ કઠપુતલીનું ટ્રેલર આજરોજ રિલીઝ કરવામાં આવ્યું છે, અભિનેતાએ પોતેન પણ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ પર આ ટ્રેલર શેર કર્યું છે.અને લખ્યું છે કે , “આ રમત ‘શક્તિ’  વિશે નથી, તે ‘મન’ વિશે છે… અને આ ‘માઇન્ડ ગેમ’ (મનની રમત) માં તમે અને હું, બધા ‘કથપૂતળી’ છીએ. ડિઝની+ હોટસ્ટાર પર 2 સપ્ટેમ્બરથી…..

આ ફઇલ્મમાં ્ક્ષય કુમાર પોલીસનો રોલ પ્લે કરતા જોવા મળ્યા છે.ફિલ્મની સ્ટોરી ટ્રેલર જોતા જ સમજાય જાય છે, એક સિરીયલ કિલર 2 હત્યા કરી ચૂક્યો છે જ્યારે અભિનેતા પોલીસના રોલમાં તેને પકડવાના પ્રયાસો કરતા જોવા મળે છે.

અભિનેતા આ વખતે તે મર્ડર મિસ્ટ્રી ઉકેલતી વખતે સીરિયલ કિલરને પકડતો જોવા મળશે.  આ ફિલ્મનું ટીઝર શુંક્રવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું,આ  ફિલ્મ ‘કથપુતલી’ ડિઝની+હોટસ્ટાર પર 2 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. Disney+ Hotstar એ એક ‘ઓવર ધ ટોપ’ (OTT) પ્લેટફોર્મ છે જે ઈન્ટરનેટ દ્વારા મૂવીઝ અને અન્ય ડિજિટલ સામગ્રી પ્રદાન કરે છે.

ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાની અને દિગ્દર્શન રણજીત એમ. તિવારીએ કર્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપી હતી.જો કે હવે જોવું રહ્યું કે છેલ્લા ઘણા સમયથી ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ અક્ષય કુમાર ા ફિલ્મ થકી દર્શકોના દીલ જીતવામાં સફળ રહે છે કે નહી તે તો હવે ફિલ્મ રિલીઝ થયા પછી જ જાણી શકાશે

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code