1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય કુમારની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ OMG 2ને સેન્સર બોર્ડેની લીલીઝંડી ,ફિલ્મને મળ્યું ‘A’ પ્રમાણપત્ર
અક્ષય કુમારની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ OMG 2ને સેન્સર બોર્ડેની લીલીઝંડી ,ફિલ્મને મળ્યું ‘A’ પ્રમાણપત્ર

અક્ષય કુમારની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ OMG 2ને સેન્સર બોર્ડેની લીલીઝંડી ,ફિલ્મને મળ્યું ‘A’ પ્રમાણપત્ર

0
Social Share

મુંબઈઃ-બોલિવૂડ એક્શન હિરો અક્ષયકુમાર હાલ ચર્ચામાં છે તેમની અપકમિંગ અને મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ઓહ માય ગોડ 2 ને લઈને અનેક સમાચારો સામે આવતા રહેતા હોય છે થોડા દિવસો પહેલા સેન્સન બોર્ડના નિશાના પર આ ફિલ્મ જોવા મળી હતી જો કે હવે એભિનેતાને આ ફિલ્મમાં સેન્ન્સર બોર્ડ તરફથી રાહત મળી છે.

જો પહેલા આ ફિલ્મના કલાકારો વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી ઉપરાંત યામી ગૌતમ પણ લીડ રોલમાં છે. અત્યાર સુધી ફિલ્મના ટીઝર અને બે સોંગ રિલીઝ થઈ ચૂક્યા છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે 12 વર્ષમાં અક્ષય કુમારની આ પહેલી ફિલ્મ છે, જેને એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું છે.

અભિનેતાની આ ઓહ માય ગોડ 2 ફઇલ્મ  હવે કોઈપણ કટ વગર રિલીઝ કરવામાં આવશે. જો કે સેન્સર બોર્ડે મેકર્સને ફિલ્મમાં 27 ફેરફાર કરવા માટે કહ્યું છે. આ સાથે ફિલ્મને ‘A’ સર્ટિફિકેટ મળવાપાત્ર બન્યું છે.એટલે કે  18 વર્ષથી ઓછી ઉંમરના લોકો આ ફિલ્મ જોઈ શકશે નહીં.
રિપોર્ટ અનુસાર UA સર્ટિફિકેટ માટે, કમિટી ઘણા કટની માંગ કરી રહી હતી. મેકર્સ ફિલ્મની વાર્તા સાથે સમાધાન કરવા માંગતા ન હતા. તેથી તેઓએ એડલ્ટ સર્ટિફિકેટ સાથે જવાનું નક્કી કર્યું, પરંતુ ફિલ્મની અખંડિતતા કાળજી લેવી પડશે.ફિલ્મ નિર્માતાઓ માટે એક મોટી જીત છે, જેઓ બે અઠવાડિયાથી વધુ સમયથી સેન્સર બોર્ડ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. હવે સેન્સર સર્ટિફિકેટ હાથમાં આવી ગયું હોવાથી નિર્માતાએ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે  કે, OMG 2 ના ડિરેક્ટર અમિત રાય છે. આ ફિલ્મ વર્ષ 2012માં રિલીઝ થયેલી ‘OMG’ની સિક્વલ છે, જેમાં પરેશ રાવલ પહેલા ભાગમાં અક્ષય કુમાર સાથે જોવા મળ્યો હતો. તે જ સમયે, પંકજ ત્રિપાઠી તેની સિક્વલમાં દેખાશે.અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘OMG 2’ હવે  11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code