1. Home
  2. ગુજરાતી
  3. અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘OMG 2’ નું પોસ્ટર રિલીઝ, મહાદેવના અવતારમાં અભિનેતા જોવા મળ્યા
અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘OMG 2’  નું પોસ્ટર રિલીઝ, મહાદેવના અવતારમાં અભિનેતા જોવા મળ્યા

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘OMG 2’ નું પોસ્ટર રિલીઝ, મહાદેવના અવતારમાં અભિનેતા જોવા મળ્યા

0
Social Share
  • અક્ષય કુમાર શિવભગવાનના અવતારમાં નજરે પડ્યા
  • ઓએમજી 2 નું પોસ્ટર થયું રિલીઝ

મુંબઈઃ- બોલિવૂડ એક્શન હિરો અક્ષય કુમાર અને કોમેડી કલાકાર પરેશ રાવલની ફિલ્મ ઓહ માય ગોડ દર્શકોને ખૂબ પસંદ ાવી હતી ત્યારે હવે આ ફિલ્મનો પાર્ટ 2 પણ ઘણા સમયથી ચર્ચામાં છે આવી સ્થિતિમાં હશે અભિનેતા અક્ષય કુમારે OMG 2 નું પોસ્ટર શેક કર્યું છે.

રિલીઝ કરવામાં આવેલા આ પોસ્ટરમાં અભિનેતા પોતે શિવના અવતારમાં કપાળ પર ભસ્મ શિવજટાથી સજ્જ અને ગળામાં નાગ વિટાંળેલા અલહાદક રુપમાં જોવા મળ્યા છે આ જોતા જ દરેક ભક્કો હર હર મહાદેવની કોમેન્ટ્સ કરી રહ્યા છે એના પરથી એ કહેવું રહ્યું કે દર્શકોને આ પોસ્ટર પસંદ આવી રહ્યું છે.

બીજું પોસ્ટર પંકજ ત્રિપાઠી સાથે શેર કરવામાં આવ્યું છે. પંકજે આ ફિલ્મમાં પોતાનું પાત્ર જાહેર કર્યું છે. પંકજ ત્રિપાઠી OMG 2માં કાંતિ શરણ મુદગલના રોલમાં જોવા મળશે. પોસ્ટર શેર કરતા, અભિનેતાએ લખ્યું, “ટીઝર ટૂંક સમયમાં આવી રહ્યું છે અને OMG 2  ફિલ્મ 11મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે .” સની દેઓલની ગદર 2 અને રણબીર કપૂરની એનિમલ પણ આ દિવસે રિલીઝ થશે આ ત્રણેય ફિલ્મો ની એકબીજા સાથએ ટ્કકર જોવા મળશે.
આ ફિલ્મને લઈને  થોડા સમય પહેલા આ ફિલ્મના પોસ્ટરની સાથે તેની રિલીઝ ડેટની જાહેરાઈ હતી. હવે ફરી એકવાર આ ફિલ્મના બે પોસ્ટર શેર કરવામાં આવ્યા છે. એક પોસ્ટરમાં ખિલાડી કુમાર ભગવાન શંકરના રૂપમાં જોવા મળે છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કરતાની સાથે જ ચાહકો તેના લુકથી પ્રભાવિત થયા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code