1. Home
  2. ગુજરાતી
  3. અક્ષયની “મિશન મંગલે” રેકોર્ડ તોડ્યો તો જ્હોનની “બાટલા હાઉસ” ની પણ ધૂમ કમાણી
અક્ષયની “મિશન મંગલે” રેકોર્ડ તોડ્યો તો જ્હોનની “બાટલા હાઉસ” ની પણ ધૂમ કમાણી

અક્ષયની “મિશન મંગલે” રેકોર્ડ તોડ્યો તો જ્હોનની “બાટલા હાઉસ” ની પણ ધૂમ કમાણી

0
Social Share

અક્ષય કુમારની ‘મિશન મંગલે’ સાત દિવસમાં જ અક્ષય કુમારની જ ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે અને એક નવો રેકોર્ડ બનાવ્યો છે,’મિશન મંગલે’ સાત દિવસમાં જૉલી ‘એલએલબી-2’ના રેકોર્ડને પાછળ પાડીને તેનાથી પણ વધુ કમાણી કરી ચુકી છે, ત્યારે જ્હોન અબ્રાહમની ‘બાટલા હાઉસ’નું કલેક્શન પણ ખુબ સારુ રહ્યું છે

આ બન્ને ફિલ્મોએ દર્શકોને આકર્ષિત કર્યા છે, પણ જો કમાણીની વાત કરવામાં આવે તો અક્ષય કુમારની ‘મિશન મંગલ’ વધુ સફળ સાબિત થાય છે,ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની સાત દિવસની કમાણીને જાહેર કરી છે,

તેમણે જણાવ્યું કે , ‘જૉલી એલએલબી-2’નો રેકોર્ડ જે 117 કરોડ હતો ,જે ‘મિશન મંગલે’ પાર કરી લીધો છે,15 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘મિશન મંગલે’ બુધવારે 6.48 કરોડનું કલેકેશન કર્યુ હતુ,તે સાથે જ આ ફિલ્મે ભારતીય માર્કેટમાં સાત દિવસમાં કુલ 121.23 કરોડની કમાણી કરી લીધી છે.

‘મિશન’ મંગલમાં અક્ષય કુમાર સહિત વિદ્યા બાલન,તાપસી પન્નુ, કીર્તિ કુલ્હારી, સોનાક્ષી સિન્હા અને શર્મન જોશી જેવા સ્ટાર કલાકારોએ કામ કર્યુ છે ,આ ફિલ્મ ઈસરોના ‘મંગલ મિશન’ પર આધારિત છે, જેમાં મહિલા કર્મચારીઓનો કેટલો મોટો ફાળો રહ્યો છે તે વાતને પણ વણી લેવામાં આવી છે.

ત્યારે તેની સાથે જ જ્હોનની ફિલ્મ ‘બાટલા હાઉસ’ની ટોટલ કમાણી 57.82 કરોડ થઈ છે,ટ્રેડ એક્સપર્ટનું અનુમાન છે કે ‘બાટલા હાઉસે’ સાતમાં દિવસે 4.50 કરોડ રુપિયાની કમાણી કરી છે,આ આંકડાને મેળવવામાં આવે તો ‘બાટલા હાઉસ’નો ટોટલ બિઝનેસ 62.32 કરોડ સુધી પહોંચી ગયો છે.

એક જ દિવસમાં આ બન્ને ફિલ્મો સાથે રિલીઝ થવાની સાથે અને બન્ને ફિલ્મ દેશને લગતી ફિલ્મ હોવા છતા બન્ને ફિલ્મોએ સારી એવી કમાણી કરી છે ત્યારે હવે કોઈ મોટી હિન્દી ફિલ્મ નથી આવી રહી જેને લઈને આ બન્ને ફિલ્મો સારી એવી કમાણી કરી શકે છે.જેમાં અક્ષય કુમારની ‘મિશન મંગલ’ કમાણીની બાબત માં આગળ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code