પંજાબ ગોલ્ડન ટેમ્પલ પાસે બોમ્બ હોવાની સૂચનાને લઈને રાજ્યમાં એલર્ટ, એક વ્યક્તિ સહીત 4 બાળકોની અટકાયત
- સુવર્ણ મંદિર પાસે બોમ્બ હોવાની સૂચના
- પોલીસે રાજ્યમાં એલર્ટ જારી કર્યું
- એક વ્યક્તિની આ મામલે શંકા જતા ધરપકડ પણ કરાઈ
અમૃતસરઃ- પંજાબના અમૃતસરમાં આવેલું ગોલ્ડન ટેમ્પલ લાખો શ્રદ્ધાળુંઓની આસ્થાનું પ્રકિત છે જો કે અસામાજીક તત્વો દ્રારા અહી બોમ્બ હોવાની અફવાો ઘણી વખત ફેલાી છે ,ત્યારે વિતેલી રાત્રે પણ સુવર્ણ મંદિર પાસે બોમ્બ હોવાની સૂચના મળી હતી ત્યાર બાદ પોલીસ અને તંત્રએ સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કર્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે અમૃતસરમાં મોડી રાત્રે, પોલીસ કંટ્રોલ રૂમને આદરણીય સુવર્ણ મંદિરની નજીક ચાર સંભવિત બોમ્બની હાજરી અંગે એક સૂચના મળી હતી. ભયજનક માહિતીનો ઝડપી પ્રતિસાદ આપતા, કાયદા અમલીકરણ અધિકારીઓએ ઉચ્ચ ચેતવણી આપી અને એક વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું આ ઓપરેશન આખી રાત ચાલ્યું હતું.
જો કે તંત્ર એને પોલીસને શોધમાં કોઈ વિસ્ફોટક ઉપકરણો મળ્યા ન હતા, પોલીસે આ ઘટનામાં તેની સંડોવણીની શંકા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. સાથે જ આ સૂચનાને લઈને સમગ્ર રાજ્યમાં ેલર્ટ પણ જારી કર્યું છે.
જો કે પોલીસને આ સૂચના મળતાની સાથે જ સુવર્ણ મંદિરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી પોલીસે કોલ કરનારનો ડેટા શોધવાનું શરૂ કર્યું અને ફોન માલિકને ટ્રેસ કર્યો, ત્યારબાદ ફોન માલિકે જણાવ્યું કે તેનો ફોન ચોરાઈ ગયો છે. આ પછી, પોલીસે ફોનના લોકેશનના આધારે તપાસ શરૂ કરી અને થોડા કલાકો પછી જાણવા મળ્યું કે આ મોબાઈલ ફોન એક વ્યક્તિ અને 4 બાળકો પાસે હતો. પોલીસે તમામને કસ્ટડીમાં લીધા હતા. હાલ પોલીસ એક વ્યક્તિ અને બાળકોની પૂછપરછમાં વ્યસ્ત છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સુવર્ણ મંદિરને બોમ્બથી ઉડાવાની સૂચનાઓ મળી હતી.મે મહિનામાં જ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ વિસ્તારમાં થો 3 બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરતાં 5 આરોપીઓની ધરપકડ પણ કરી હતી.આ કેસને જોતા પોલીસે ગઈકાલે રાત્રે મળેલી સૂચનાને નજર અંદાજ કર્યા વિના તાત્કાલિક ઘોરણે તપાસ હાથ ઘરી હતી.