1. Home
  2. ગુજરાતી
  3. એક્ટ્રેસ આલિયા ભટ્ટનો આજે 28મો જન્મદિવસ
એક્ટ્રેસ આલિયા ભટ્ટનો આજે 28મો જન્મદિવસ

એક્ટ્રેસ આલિયા ભટ્ટનો આજે 28મો જન્મદિવસ

0
Social Share
  • એક્ટ્રેસ આલિયા ભટ્ટનો 28 મો જન્મદિવસ
  • સ્ટુડન્ટ ઓફ ધ યરથી કરી કરિયરની શરૂઆત
  • ફોર્બ્સની 100 સેલેબ્સની યાદીમાં આઠમા ક્રમે

મુંબઈ: એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે તેનો 28મો જન્મદિવસ મનાવી રહી છે. આ વર્ષે આલિયાનો જન્મદિવસ ઘરમાં જ ઉજવવામાં આવશે. કારણ કે તે કોરોનાને કારણે હોમ ક્વોરેનટાઈન છે. આલિયાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ બચાવ અને સુરક્ષાના કારણે તે ઘરે છે. તો આ વર્ષે આ ખાસ દિવસ પર આલિયા તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે પણ સમય પસાર કરી શકશે નહીં. કારણ કે રણબીર કોરોના વાયરસના કારણે હોમ ક્વોરેનટાઈન છે.

આલિયાનો જન્મ 15 માર્ચ 1993ના રોજ થયો હતો. આલિયાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી કરી હતી. આ ફિલ્મમાં આલિયાના કામને ખુબ જ પસંદ કરવામાં આવ્યું હતું. અને હવે તે ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે.

રીપોર્ટ મુજબ, આલિયા ભટ્ટ બોલિવૂડની અભિનેત્રીઓમાં સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી છે. આલિયા તેની ફિલ્મોથી ઘણી રીતે પૈસા કમાવે છે, જે સૂચવે છે કે,આલિયા સારી અભિનેત્રી હોવા સાથે એક સારી ઉદ્યોગપતિ પણ છે. ફોર્બ્સ દ્વારા જારી કરવામાં આવેલી 2019 ની ટોપ 100 સેલેબ્સની યાદીમાં આલિયા આઠમા ક્રમે છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો આલિયા,રણબીર કપૂર અને અમિતાભ બચ્ચનની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ માટે તૈયાર છે. આ સાથે જ સંજય લીલા ભણસાલીની ગંગુબાઈ કાઠિયાવાડી પણ પૂર્ણ થઇ ગઈ છે અને તે આ વર્ષે ઇદ પર રિલીઝ થશે. આલિયા કરણ જોહરની મલ્ટિ સ્ટારર તખ્ત અને એસએસ રાજામૌલીની આરઆરઆરમાં પણ જોવા મળશે.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code