1. Home
  2. ગુજરાતી
  3. આલિયા ભટ્ટ બની માં,દીકરીને આપ્યો જન્મ
આલિયા ભટ્ટ બની માં,દીકરીને આપ્યો જન્મ

આલિયા ભટ્ટ બની માં,દીકરીને આપ્યો જન્મ

0
Social Share

મુંબઈ:બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે અને આ દિવસ તેમના જીવનના સૌથી સુંદર દિવસોમાંનો એક બની ગયો છે.આલિયા-રણબીર પેરેન્ટ્સ બની ગયા છે.આલિયાએ દીકરીને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ તેના પહેલા બાળકને જન્મ આપ્યો છે.આજે કપૂર પરિવારની ખુશીનું કોઈ સ્થાન નથી.રણબીર પિતા બનીને ઘણો ખુશ છે.આલિયા ભટ્ટએ મુંબઈના એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેના બાળકને જન્મ આપ્યો.

જોકે, આલિયા-રણબીર માતા-પિતા બનવા અંગે કપૂર પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી. આજે સવારે આલિયા તેના પતિ રણબીર સાથે હોસ્પિટલ પહોંચી હતી.જ્યાં તેને જોઈને બધા સમજી ગયા કે આજે અભિનેત્રી ગુડ ન્યુઝ કહેવા જઈ રહી છે.આ જોડીના ચાહકો ઘણા સમયથી આ સમાચારની રાહ જોઈ રહ્યા હતા.જો કે, વચ્ચે એવા અહેવાલો પણ આવ્યા હતા કે,અભિનેત્રી નવેમ્બરના અંતિમ સપ્તાહમાં તેના બાળકને જન્મ આપશે.પરંતુ તેણે તેની અચાનક ડિલિવરી થવાના સમાચારથી બધાને ચોંકાવી દીધા છે.

નોંધનીય છે કે,આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એપ્રિલમાં ફેરા ફર્યા હતા.તેમના લગ્નના સમાચારોએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી.લગ્નના બે મહિના બાદ આલિયાએ પોતાની પ્રેગ્નન્સીના સમાચાર બધાને શેર કર્યા હતા.અભિનેત્રીએ તેના પ્રેગ્નન્સી પીરિયડને ઘણો એન્જોય કર્યો છે.હવે તે માતા બની ગઈ છે. હવે તે આ સફરને કેવી રીતે એન્જોય કરે છે તે જોવાનું રહેશે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code