1. Home
  2. ગુજરાતી
  3. બીએસપી એમએલએ રાજૂ પાલ હત્યાકાંડમાં તમામ 7 આરોપીઓને આજીવન કેદની સજા, સીબીઆઈ કોર્ટે આપ્યો ચુકાદો
બીએસપી એમએલએ રાજૂ પાલ હત્યાકાંડમાં તમામ 7 આરોપીઓને આજીવન કેદની સજા, સીબીઆઈ કોર્ટે આપ્યો ચુકાદો

બીએસપી એમએલએ રાજૂ પાલ હત્યાકાંડમાં તમામ 7 આરોપીઓને આજીવન કેદની સજા, સીબીઆઈ કોર્ટે આપ્યો ચુકાદો

0
Social Share

લખનૌ: બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રાજૂપાલની હત્યાના સાત દોષિતોને સીબીઆઈ લખનૌ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ દોષિતોમાં માફિયા અતીક અહદમના ત્રણ શાર્પ શૂટર ફરહાન, આબિદ અને અબ્દુલ કવિ પણ સામેલ છે. તેના સિવાય જાવેદ, ઈસરાર, રંજીત પાલ ને ગુલ હસનને પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. હત્યાકાંડના બે આરોપીઓ માફિયા અતીક અહમદ અને અશરફ અહદમના મોત નીપજ્યા છે.

25 જાન્યુઆરી, 2005ના રોજ મંગળવારે બપોરે લગભગ ત્રણ વાગ્યાનો સમય હતો. શહેર પશ્ચિમના બીએસપી ધારાસભ્ય રાજૂ પાલ એસઆરએન હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ હાઉસથી બે ગાડીઓના કાફલામાં પોતાના સાથીદારો સાથે ધૂમનગંજના નીવાંમાં ઘરે પાછા ફરી રહ્યા હતા. ત્યારે સુલેમસરાયમાં જીટી રોડ પર તેમની ગાડીને ઘેરીને ગોળીઓ વરસાવામાં આવી હતી.

રાજૂ પાલ ખુદ કાફલામાં હતા. તેમની બાજુમાં દોસ્તના પત્ની રુખસાના બેઠા હતા, જેઓ તેમને ચૌફટકાની પાસે મળી ગયા હતા. તે ગાડીમાં સંદીપ યાદવ અને દેવીલાલ પણ હતા. પાછળ સ્કોર્પિયોમાં ડ્રાઈવર મહેન્દ્ર પટેલ અને ઓમપ્રકાશ અને નીવાંના સૈફ સહીત ચાર લોકો હતા. બંને ગાડીઓમાં એક-એક સશસ્ત્ર સિપાહી  હતા. આસપાસના લોકો હજી પણ જાહેરમાં થયેલા અંધાધુંધ ફાયરિંગને યાદ કરીને ડરી જાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code