1. Home
  2. ગુજરાતી
  3. દરિયામાંથી મળી આવ્યો આ અજીબ જીવ, જોઈને સૌ માછીમારો પણ આશ્ચર્ય પામ્યા
દરિયામાંથી મળી આવ્યો આ અજીબ જીવ, જોઈને સૌ માછીમારો પણ આશ્ચર્ય પામ્યા

દરિયામાંથી મળી આવ્યો આ અજીબ જીવ, જોઈને સૌ માછીમારો પણ આશ્ચર્ય પામ્યા

0
Social Share
  • દરિયામાંથી બેબી ડ્રેગન જેવી ફિશ મળી આવી
  • રશઇયન માછીમારોને મળ્યો છે આ અજીબ જીવ

 

વિશ્વમાં આપણાને ઘણી અજાયબીઓ જોવા મળે છે, ખાસ કરીને દરિયામાંથી અજીબો ગરીબ જીવ જોવા ણળતા હોય છે દરિયો ખેડતા માછીમારોને આવી અનેક જીવ સુષ્ટી ઘણી વખત જોવા મળે છે. જીવવિજ્ઞાનીઓ સમુદ્રમાં થતી તમામ ગતિવિધિઓ પર નજર રાખે છે.

દરિયાઈ જીવો પર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકો એવા દુર્લભ જીવો શોધવા આવે છે, જેને જોયા પછી આશ્ચર્ય થાય છે. હાલમાં જ એક એવો જીવ દરિયામાં જોવા મળ્યો છે, જેને જોયા પછી તમે પણ ચોંકી જશો. આ જીવ તદ્દન અનોખો છે.

ત્યારે હવે એક રશિયન માછીમારને સમુદ્રની ઊંડાઈમાં આવો જ એક  રહસ્યમય જીવ મળ્યો છે, જે જોવામાં ખૂબ જ વિચિત્ર છે. આ અનોખા જીવનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરનેટ પર લોકો તેને બેબી ડ્રેગન કહી રહ્યા છે. રોમન ફેડોર્ટસોવ અને તેના સાથી મેકરેલ દરિયાઈ માછીમારી માટે નોર્વેજીયન સમુદ્રમાં જઈ રહ્યા  હતા. આ દરમિયાન તેણે આ અનોખા જીવને પકડ્યો. આવો જાણીએ આ રહસ્યમય જીવ વિશે

રશિયન શહેર મર્મન્સ્કમાં રહેતા માછીમારો અવારનવાર અનોખા દરિયાઈ જીવો જોતા હોય છે, પરંતુ આ રહસ્ય જોયા પછી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તે બિલકુલ બેબી ડ્રેગન જેવો દેખાતો હતો.દરિયામાં જોવા મળતો આ અનોખો જીવ હવે કોઈ રહસ્ય નથી રહ્યો. રોમનોને કાઇમેરા મળી છે જે કાર્ટિલજિનસ માછલી છે. આ માછલીને ઘોસ્ટ શાર્ક કહેવામાં આવે છે.

રોમન ફેડોર્ટસોવે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અનોખી માછલીનો ફોટો શેર કર્યો છે. આ માછલીની આંખો મોટી છે. આ સિવાય તેની લાંબી પૂંછડી પણ છે જે આછા ગુલાબી રંગની છે.કાર્ટિલજિનસ માછલી પર પણ ફિન્સ દેખાય છે. 

રોમનના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા બાદ તે વાયરલ થઈ ગયો છે. આ પહેલા પણ વૈજ્ઞાનિકો દરિયામાં ઘણા અનોખા જીવો શોધી ચુક્યા છે. વૈજ્ઞાનિકોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં અત્યંત દુર્લભ બેબી ઘોસ્ટ શાર્કની શોધ કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code