
અમદાવાદમાં રસ્તાઓ પર પડેલા બિનવારસી વાહનોને AMC – ટ્રાફિક પોલીસ ભેગા મળી દૂર કરશે
અમદાવાદઃ શહેરના ફૂટપાથ પર ભંગાર થયેલા બીન વારસી વાહનો જોવા મળતા હોય છે.. રોડ સાઈડ પર પડેલા વાહનો, બેફામ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણોના કારણે રોડ નાનો થઈ જાય છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. હવે આ સમસ્યાના નિરાકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીન વારસી વાહનો દૂર કરવા માટે પોલીસ સાથે મળી અને કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની તાજેતરમાં મળેલી બેઠકમાં સભ્યોએ ફરિયાદ કરી હતી કે, રોડ પર બંધ હાલતમાં ધૂળ ખાધેલા વાહનો પાર્ક કરેલા હોય છે. જેના કારણે રોડ અને જગ્યા પર દબાણ થાય છે આવા વાહનોને દૂર કરી અને ત્યાંથી જગ્યા ખાલી કરાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે છે. જેથી એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને પોલીસને સાથે મળી અને કામગીરીની ઝૂંબેશ ઉપાડવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, રોડ પર કેટલાક વાહનો બિનવારસી હાલતમાં પડ્યા રહે છે. જેના કારણે ત્યાં ગંદકી અને દબાણ સર્જાય છે. જેથી આજે ટ્રાફિક પોલીસની અને એસ્ટેટ વિભાગને સાથે મળી અને આવા બિનવારસી વાહનોને ત્યાંથી દૂર કરી અને જગ્યા કરે તો ટ્રાફિકની સમસ્યામાંથી પ્રજાને મુક્તિ મળે તેવી સૂચના આપવામાં આવી છે.
શહેરમાં ફુટપાથ પર ભંગાર હાલતમાં ગણા સમયથી દ્વીચ્રકી વાહનો તેમજ પોર વ્હીલરો પડ્યા છે. જે ઘણીધોરી વિનાના ભંગાર હાલતમાં વાહનો પડેલા છે. આવા વાહનોને દુર કરવા માટે મ્યુનિ, દ્વારા પોલીસ વિભાગની મદદ લઈને ઝૂંબેશ હાથ ધરવામાં આવશે.