1. Home
  2. ગુજરાતી
  3. અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે જો બાઇડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે

અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચે જો બાઇડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે

0
Social Share
  • જો બાઇડેન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે
  • કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે
  • મુખ્ય ન્યાયાધીશ કેપિટોલના વેસ્ટ ફ્રંટમાં શપથ ગ્રહણ કરાવશે

જો બાઇડેન બુધવારે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે, જ્યારે કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ટ્રમ્પ સમર્થકો દ્વારા કેપિટોલ હિલ પર હાલના હુમલા બાદ એતિહાસિક શપથ ગ્રહણ સમારોહમાં સુરક્ષા વચ્ચે બાઇડેન અને હેરિસ આજે શપથ લેશે. મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ બપોરે 12 વાગ્યે કેપિટોલના વેસ્ટ ફ્રંટમાં બાઇડેનને પદના શપથ ગ્રહણ કરાવશે. આ શપથ ગ્રહણનું પરંપરાગત સ્થળ છે જ્યાં નેશનલ ગાર્ડસના 25 હજારથી વધુ સૈનિકો સુરક્ષામાં તૈનાત રહેશે. નિવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકો દ્વારા કરવામાં આવેલા હિંસક પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સ્થળને કિલ્લામાં ફેરવવામાં આવ્યું છે.

રીપોર્ટસ મુજબ, બાઇડેન તેના પરિવારના 127 વર્ષ જુના બાઇબિલ સાથે શપથ લેશે. આ સમય દરમિયાન તેની પત્ની જિલ બાઇડેન તેના હાથમાં બાઇબિલ પકડીને ઉભી રહેશે. યુએસના ઇતિહાસમાં સૌથી પ્રાચીન રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા બાઇડેન શપથ ગ્રહણ થયા બાદ તરત જ રાષ્ટ્રપતિ તરીકે પોતાનું પહેલું સંબોધન કરશે. એતિહાસિક ભાષણ ભારતીય મૂળના અમેરિકી નાગરિક વિનય રેડ્ડી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જે એકતા અને સુમેળ પર આધારિત હશે. હેરિસ પ્રથમ મહિલા, પ્રથમ અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયન અમેરિકન ઉપરાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચશે. તેઓને સુપ્રીમ કોર્ટના પ્રથમ લેટિન સભ્ય ન્યાયાધીશ સોનિયા સોટોમેયર પદના શપથ અપાવશે.

સોટોમેયરે બાઇડેને 2013માં ઉપરાષ્ટ્રપતિ પદે શપથ અપાવ્યા હતા. તે બે બાઇબિલને લઈને શપથ લેશે, જેમાં એક નજીકના પારિવારિક મિત્ર રેગિના શેલ્ટન અને બીજી દેશના પ્રથમ આફ્રિકન મૂળના અમેરિકન સુપ્રીમ કોર્ટના જજ થુરગૂડ માર્શલની હશે. આ વર્ષે સત્તાના હસ્તાંતરણ પોતાના વિવાદોને લઈને યાદ કરવામાં આવશે. ચૂંટણીઓ બાદ સામાન્ય રીતે આ પ્રકિયા શરૂ થઈ જાય છે, પરંતુ નિવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 3 નવેમ્બરના ચૂંટણી પરિણામને નકારી કાઢ્યા બાદ ઘણા અઠવાડિયા બાદ તેની શરૂઆત થઈ હતી. ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ શપથવિધિમાં ભાગ લેશે નહીં.

શપથ ગ્રહણ સમારોહ સવારે 11 વાગ્યે શરૂ થશે, જે દરમિયાન ગાયક-નૃત્યાંગના લેડી ગાગા રાષ્ટ્રગીત ગાશે, અને અમાંડા ગોરમૈન આ પ્રસંગે લખેલી વિશેષ કવિતા વાંચશે. અભિનેત્રી-ગાયિકા જેનિફર લોપેઝ પણ આ દરમિયાન પ્રસ્તુતિ આપશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code