1. Home
  2. ગુજરાતી
  3. વિદેશમાં ભારતની નિંદા કરવા બાબતે અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી પર સાધ્યું નિશાન
વિદેશમાં ભારતની નિંદા કરવા બાબતે અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી પર સાધ્યું નિશાન

વિદેશમાં ભારતની નિંદા કરવા બાબતે અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી પર સાધ્યું નિશાન

0
Social Share
  • વિદેશમાં ભારતની નિંદા કરતા રાહુલ ગાંઘીને અમિત શાહે આડે હાથ લીધા
  • કહ્યું દેશની નિંદા કરવી શોભા ન આપે

દિલ્હીઃ- તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી અમેરિકાની મુલાકાતે હતા ત્યારે તેમણે ભારત વિશે તથા અહીના લોતંક્ર વિશે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા જો કે રાહુલ ગાંઘીના આ વર્તનથી અમેરિકાએ પણ ભારતનો જ સાથ આપ્યો હતો અને કહ્યું હતું કે દિલ્હી જઈને જૂઓ ભારતની લોકશાહી કેવી છે ત્યારે હવે રાહુલ ગાંઘીએ યુએસમાં જે દેશની નિંદા કરી હતી તેના પર ગૃહમંત્રી શાહે નિશઆન સાધ્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે શનિવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે વિદેશમાં પોતાના દેશની ટીકા કરવી કોઈ નેતાને શોભા નથી આપતું, શાહે રાહુલ પર વિદેશ જઈને ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને તેમના વડવાઓ પાસેથી શીખવાની સલાહ આપી હતી.

ગૃહમંત્રી રાહુલની તાજેતરની યુએસ મુલાકાતનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેમાં તેમણે અનેક મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની ટીકા કરી હતી. શાહે કહ્યું, “કોઈપણ દેશભક્ત વ્યક્તિએ ભારતમાં ભારતીય રાજકારણની ચર્ચા કરવી જોઈએ. વિદેશમાં જઈને ભારતના રાજકારણની ચર્ચા કરવી અને દેશની ટીકા કરવી એ કોઈપણ પક્ષના નેતાને શોભતું નથી.

અમિત શાહે વધુમાં એમ પણ  કહ્યું કે વિદેશમાં જઈને પોતાના દેશને અપમાનિત કરવું કોઈ પણ નેતાને શોભતું નથી.તે તેની ભૂલમાંથી શીખતો નથી અને  તે દરેક વિદેશ પ્રવાસમાં પોતાની ભૂલોનું પુનરાવર્તન કરે છે.

અમિત શાહે આ વાત ત્યારે કહી હતી કે તેઓ જ્યારે ગુજરાતના  પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે રાહુલ ગાંધીની તેમની તાજેતરની અમેરિકા મુલાકાત પર ચાબખઆ માર્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં અમેરિકા ગયા હતા. ત્યાં તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે મોદી ભગવાનને પણ કહી શકે છે કે શું કરવું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવે વળતો  જવાબ આપ્યો છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code