1. Home
  2. ગુજરાતી
  3. અમિતાભ બચ્ચને નીરજ ચોપડાને ગોલ્ડ મેડલ જીતવા પર પોતાના ખાસ અંદાજમાં આપ્યા અભિનંદન ,વાયરલ થઈ રહી છે બિગબીની ટ્વિટ
અમિતાભ બચ્ચને નીરજ ચોપડાને ગોલ્ડ મેડલ જીતવા પર પોતાના ખાસ અંદાજમાં આપ્યા અભિનંદન ,વાયરલ થઈ રહી છે બિગબીની ટ્વિટ

અમિતાભ બચ્ચને નીરજ ચોપડાને ગોલ્ડ મેડલ જીતવા પર પોતાના ખાસ અંદાજમાં આપ્યા અભિનંદન ,વાયરલ થઈ રહી છે બિગબીની ટ્વિટ

0
Social Share
  • અમિતાબ બચ્ચને નીરજ ચોપડાને ખાસ રીતે શુભેચ્છા પાઠવી
  • બિગબીની ટ્વિટ સોશિયલ મીડિયા પર થઈ વાયરલ
  • બિગબીએ લખ્યું-‘ટી 3993 – એક છાતી એ, 103 કરોડ લોકોની છાતી ગર્વથી ફૂલાવી’

મુંબઈઃ  તાજેતરમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને સૌ કોઈ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, બોલિવૂડ સ્ટાર્સ પણ તેના આ સાહસના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે,જેમાં બોલિવૂડ સ્ટાર્સ સલમાન ખાન અને રણદીપ હુડાએ પણ નીરજને અભિનંદન આપ્યા હતા.

હવે આજ શ્રેણીમાં બોલિવૂડના બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન કે જેઓ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે, તે આ બબાતમાં કઈ રીતે પાછળ રહી શકે?. અમિતાભ બચ્ચને પણ ખાસ રીતે ટ્વિટરના માધ્યમથી નીરજ ચોપડાને  શુભેચ્છાઓ પાઠવી છે. જે આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

અમિતાભ બચ્ચને નીરજ ચોપરાને પોતાના અંદાજમાં ટ્વિટ કરી ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે ‘ટી 3993 – એક છાતી એ, 103 કરોડ લોકોની છાતી ફૂલાવી છે, અને ભારતીય ઓલિમ્પિક ટીમે વિશ્વભરમાં દેશનો ધ્વજ લહેરાવ્યો’. આ સાથે અમિતાભે એક એનિમેટેડ વીડિયો પણ શેર કર્યો છે, જેમાં નીરજ જેવેલિન ફેંકતો જોવા મળી રહ્યો છે. તેમનું ટ્વીટ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યું છે. ચાહકો ને બિગબીના આ શબ્દોની સ્ટાઈ ખૂબ પસંદ આવી રહી છે,જેને લઈને હવે આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે,ઉલ્લેખનીય છે કે બિગબી પોતાની લખવાના જૂદા અંદાજ માટે ખાસ ઓળખાય છે.

નીરજ ચોપરાએ એટલી સરળતા સાથે ઓલિમ્પિક ફાઇનલ જીતી લીધી કે અન્ય 11 સ્પર્ધકોમાંથી કોઈ પણ તેના 87.03 મીટરના બીજા શ્રેષ્ઠ થ્રોની નજીક આવી શક્યો ન હતો. નીરજ ચોપરાએ 2018 માં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.નીરજની જીત બાદ દેશભરમાં તેના હોહકો વધ્યા છે, અનેક લોકો તેના માટે ઉજવણીઓ કરી રહ્યા છએ, બોલિવૂડ સ્ટાર્સ પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code