
અમિતાભ કાંત G-20ના નવા શેરપા બનશે – કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું સ્થાન લેશે
- અમિતાભ કાંત G-20ના નવા શેરપા બનશે
- કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આપશે રાજીનામુ
દિલ્હીઃ- નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંત G20 દેશોના નવા શેરપા બનવા જઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે તેઓ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું સ્થાન લેશે. ભારતને G20 દેશોના પ્રમુખનું પદ મળવાનું છે, તેથી તેમને પૂર્ણ સમયના શેરપાની જરૂર છે.જેને લઈને આ મહત્વનો નિર્ણય અમલમાં મૂકવામાં આવશે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગુ ભારત આ વર્ષના અંત સુધીમાં G-20 દેશોના પ્રમુખ પદ મેળવવા જઈ રહ્યું છે. દેશના અલગ-અલગ ભાગોમાં યોજાયેલી મીટિંગમાં ઘણો સમય લાગે છે, ગોયલ એટલો સમય ફાળવી શકતા નથી કારણ કે તેમની પાસે ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ પહેલેથી જ છે.
ઉલ્લેખનીય છે કે ગોયલને શેરપા બનાવ્યા બાદ રાજ્યસભાના નેતાની મહત્વની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તેમની પાસે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, એફટીએ સહીતની બીજી અનેક જવાબદારીઓ પણ છે.જેને લઈને તેઓ આ પદેથી રાજીનામિ આપીને તેમનું પદ અમિતાભ કાંતને સોંપવામાં આવી રહ્યું છે.
અમિતાભ કાંત લગભગ છ વર્ષ સુધી નીતિ આયોગના સીઈઓ હતા અને તેમનો વિસ્તૃત કાર્યકાળ પણ ગયા મહિને પૂરો થયો હતો. કેરળ કેડરના IAS અધિકારી કાંત અગાઉ ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગના સચિવ હતા.ત્યારે હવે તેઓ જી 20ના શેરપા તરીકેની જવાબદારી નિભાવતા જોવા મળશે.