
દૂધના ભાવમાં ફરી વધારો કરવાની તૈયારી,અમૂલના MDએ આપ્યો મોટો સંકેત
- જનતાને લાગશે મોંઘવારીનો વધુ ઝટકો
- દૂધના ભાવમાં ફરી વધારો કરવાની તૈયારી
- અમૂલના MDએ આપ્યો મોટો સંકેત
દિલ્હી:ખાદ્યપદાર્થોથી લઈને પેટ્રોલ અને ડીઝલ સુધીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલેથી જ મોંઘવારીથી ત્રસ્ત દેશની સામાન્ય જનતાને આમાંથી રાહત મળવાની આશા નથી.બીજા શબ્દોમાં કહીએ તો અત્યારે જનતાને મોંઘવારીનો વધુ આંચકો મળવાનો છે.આ અંગેનો પ્રથમ સંકેત અમૂલના એમડી આરએસ સોઢીએ આપ્યો છે.
તાજેતરમાં જ અમૂલનું દૂધ મોંઘું થયું હતું અને હવે ફરી એકવાર તેમાં વધારો થવાની સંભાવના છે.કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર,વધતી જતી એનર્જી,લોજિસ્ટિક્સ અને પેકેજિંગ ખર્ચને કારણે દૂધની કિંમતમાં વધારો કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.કંપનીના એમડી આરએસ સોઢીએ જણાવ્યું હતું કે,કિંમતો બિલકુલ ઘટશે નહીં, પરંતુ તે વધશે.
નોંધનીય છે કે,આ પહેલા 1 માર્ચ 2022ના રોજ અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો.હવે આ વખતે તેની કિંમતમાં કેટલો વધારો થશે,તે હજુ સ્પષ્ટ થયું નથી.સોઢીના નિવેદનથી ખાતરી છે કે,દૂધ ગ્રાહકોને ટૂંક સમયમાં વધુ એક મોટો ઝટકો લાગવાનો છે. તેમણે કહ્યું કે,અમૂલ અને ડેરી સેક્ટર દ્વારા કરવામાં આવેલ વૃદ્ધિ હજુ પણ અન્યની તુલનામાં અથવા ઈનપુટ કોસ્ટમાં વધારાની સરખામણીમાં ખૂબ જ મર્યાદિત છે.