Homeગુજરાતીગુજરાતમોડાસાના રાસલપુર પાસે કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો, ત્રણનાં ઘટનાસ્થળે મોત

મોડાસાના રાસલપુર પાસે કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો, ત્રણનાં ઘટનાસ્થળે મોત

મોડાસાઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવોમાં વધારો થતો જાય છે. ત્યારે વધુ એક અકસ્માત મોડાસા તાલુકાના રાસલપુર નજીક સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સામેથી આવી રહેલા બુલેટને અડફેટે લેતા બુલેટ પર સવાર 4 પૈકી 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક બાળકી ગંભીર હોવાથી તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ હતી.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  મોડાસા તાલુકાના રાસુલપુર પાસેની  સવારે નવ વાગ્યાના અરસામાં રાસુલપુર ગામના એક વ્યક્તિ પરિવાર સાથે બહાર જવા નીકળ્યા તે સમયે રસુલપુરથી આગળ એક પુરપાટ ઝડપે આવતી કારે સામેથી આવી રહેલા બુલેટને જોરદાર ટક્કર મારી હતી. જેથી બુલેટ પર સવાર નાના બાળકો સહિત ચાર પૈકી ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને એક બાળકીને ગંભીર  ઈજા થવાથી 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધીને  મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર રસુલપુર નજીક બુલેટ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં માસી અને ભાણિયા સહિત એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. અકસ્માતના પગલે હાઈવે પર લોકોની ભીડ એકઠીં થઈ ગઈ હતી. જેના લીધે રસ્તા પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. આ ઘટનામાં અકસ્માત થયો હતો તે કાર કોઈ પ્રસંગમાથી આવી રહી હોય તેવુ મનવામાં આવી રહ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular