અમેરિકાનું શહેર કે જે અમેરિકામાં હોવા છંત્તા અમેરિકામાં નથી,અહીની મુલાકાત માટે બીજા દેશમાં જવું પડે છે
- આ છે પોઈન્ટ રોબર્ટ્સ નામનું શહેર
- જે અમેરિકામાં આવ્યું છએ છત્તા બીજા દેશમાં છે
આપણે સૌ કોઈએ અનેક ગામો કે શહેર વિશે અવનવી વાતો સાંભળી હશે પ ણ જો જે ગામ કે શહેર આપણું જ છે છત્તા પણ આપણે ત્યાની મુલાકાત લેવા બીજા દેશમાં જવું પડે તો છે ને નવાઈની અને અજીબ વાત, જી હા આવું જ એક શહેર છે અમેરિકામાં જેનું નામ છે પોઈન્ટ રોબર્ટ્સ .
ઘણા ઓછા લોકો કદાચ આ અમેરિકન શહેર વિશે જાણતા હશે, પરંતુ આ શહેર અમેરિકનોમાં ખૂબ જાણીતું અને ચર્ચિત છે અને તેનું કારણ એ છે કે આ શહેર તેના પોતાના દેશમાં નથી, એટલે કે પોઈન્ટ રોબર્ટ્સ કાયદેસર રીતે અમેરિકન શહેર છે, પરંતુ તે અમેરિકામાં નથી.
આમતો સાચી વાત એ હોય છે કે જે તે શહેર તેના દેશ સાથે જોડાયેલું રહે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પોઈન્ટ રોબર્ટ્સ શહેર સંપૂર્ણપણે અમેરિકાથી કપાયેલું છે. અહીં આવવા માટે અમેરિકાના લોકોને જ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવી પડે છે, વિઝાની જરૂર પડે છે. નહી તો આ શહેરમાં એન્ટ્રી થઈ શકે નહીં. અમેરિકન લોકોએ પોતાના શહેરમાં આવવા માટે પહેલા કેનેડા જવું પડે છે. બોર્ડર પાર કરીને પોઈન્ટ રોબર્ટ્સમાં આવવું પડે છે. તેથી જ આ શહેરને અમેરિકાનું પેને-એક્સક્લેવ કહેવામાં આવે છે.
પેને-એક્સક્લેવ એ દેશનો તે ભાગ છે, જ્યાં જવા માટે બીજા દેશની સરહદ પાર કરવી પડે છે. કહેવાય છે કે આ શહેરમાં આવવા માટે બોટ, જહાજ કે કારનો પણ ઉપયોગ કરી શકાય છે.જો કે, આ અમેરિકન શહેરની વસ્તી વધુ નથી.2010ની વસ્તી ગણતરી અનુસાર અહીં માત્ર 1300 લોકો રહે છે.