1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેક્સ વિભાગની ઓનલાઈન ફરિયાદો માટે એપ.તૈયાર કરાશે
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેક્સ વિભાગની ઓનલાઈન ફરિયાદો માટે એપ.તૈયાર કરાશે

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટેક્સ વિભાગની ઓનલાઈન ફરિયાદો માટે એપ.તૈયાર કરાશે

0
Social Share

અમદાવાદઃ શહેરના  મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ ખાતામાં હાલમાં ફક્ત નામ-ટ્રાન્સફરની અરજીઓ ઓનલાઇન થઇ શકે છે, પરંતુ હવે પછી ટુંક સમયમાં નવી સિસ્ટમ ઊભી કરવામાં આવશે. શહેરના ટેક્સધારકો કોઈપણ ફરિયાદ કે અરજી ઓનલાઈન કરી શકશે.એનો ત્વરિત ઉકેલ લાવવામાં આવશે. મ્યુનિના. ટેક્સ વિભાગ દ્વારા એપ.તૈયાર કરવામાં આવી રહી છે.

મ્યુનિ.કોર્પોરેશનના રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, ટેક્સ વિભાગમાં નામ ટ્રાન્સફર, કબ્જેદાર ટ્રાન્સફ૨, નવી આકારણીની અરજી જેવી તમામ પ્રકારની અરજીઓ કરદાતાઓ ઓનલાઇન માધ્યમથી કરી શકશે. આ અંગે મોડ્યુલ તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે. જે મોડ્યુલનું ડેમોસ્ટ્રેશન પણ અધિકારી લેવલે થયેલું છે અને તેમને સૂચવેલા સુધારા-વધારા મોડ્યુલમાં અપડેટ કર્યા બાદ મોડ્યુલ ટુંક સમયમાં શરૂ થશે. આ ઓનલાઇન મોડ્યુલ અંતર્ગત કોઇપણ ટેક્સ ધારકને રૂબરૂ કોર્પોરેશનની ઓફિસમાં આવવાની જરૂર નહીં પડે અને ઘરે બેઠા તેઓ ઓનલાઇન અરજી કરી શકે છે. તમામ અરજી સાથે કયા દસ્તાવેજી પુરાવા સામેલ કરવા તેની યાદી પણ ઓનલાઇન દર્શાવવામાં આવશે અને ઓનલાઇન દસ્તાવેજ અપલોડ થઇ શકશે. ત્યારપછી આ ઓનલાઇન અરજી જે-તે સંબંધિત ઇન્સ્પેક્ટર પાસે જશે અને તેઓ પણ આગળના સક્ષમ અધિકારી પાસે ઓનલાઇન અરજી ફોરવર્ડ કરી શકશે અને સક્ષમ અધિકારી પણ ઓનલાઇન માધ્યમથી અરજી નિકાલ ક૨શે. અરજી નિકાલ થયા બાદ સિસ્ટમ બારોબાર જરૂરી સુધારા ટેકસ કમી કરી આપશે અને આ અંગેની જાણ અરજદારના મોબાઇલ તથા ઇ-મેઇલ પર થશે. આમ કોઇ પણ અરજદારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં આવી કર્મચારી અથવા અધિકારીને રૂબરૂ મળવાની જરૂર પડશે નહીં.

​​​​ તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  શહેરમાં ટેક્સની નવી આકારણી કરવા માટે ઝોનના ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ પર ક્ષેત્રફળનું રૂબરૂ મેજર- ટેપથી માપણી કરવામાં આવે છે, તેમજ ચોપડામાં નોંધ કરવામાં આવે છે અને ત્યાર પછી ઓફિસમાં જઈ તેની ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. વેલ્યુએશન ખાતામાં પણ સ્થળ પર મેજર-ટેપથી માપણી કર્યા બાદ સ્ટાફ દ્વારા સર્વે ફોર્મ મેન્યુઅલી ભરવામાં આવે છે અને ત્યાર પછી તેના ડેટા એન્ટ્રી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વધુ સમય વ્યતીત થાય છે તેમજ મેન્યુઅલ એરરની શક્યતા પણ રહે છે.
​​
આ પ્રશ્નોના નિવારણ માટે હવે પછી મોબાઈલ એપ્લિકેશન બેઝ કરવાની યોજના છે. જે યોજના હેઠળ હવે પછી ટેક્ષ તથા વેલ્યુએશન ખાતાના તમામ ઇન્સ્પેકટરો તેમના મોબાઈલ પર મોબાઈલ એપ ડાઉનલોડ કરશે, તેમજ મિલ્કતનું ક્ષેત્રફળ પણ GIS આધારિત સિસ્ટમ સાથે જોડીને મોબાઈલ એપ મારફતે સિસ્ટમમાં બારોબાર ક્ષેત્રફળ તથા અન્ય પરિબળ અપલોડ થશે અને અલગથી મેન્યુઅલ ડેટા એન્ટ્રીની કોઈ જરૂરીયાત રહેશે નહીં. મોબાઇલ એપમાં સ્થળના ફોટોગ્રાફ પણ અપલોડ થશે અને દસ્તાવેજી પુરાવા પણ ઓનલાઈન અપલોડ થઈ શકશે. આમ, ટેકસ ખાતાની કામગીરી ફેસલેસ અને પેપરલેસ થઇ શકશે અને આ અંગે કરદાતાઓ સાથે થતા પ્રશ્નો નો પણ નિકાલ થઇ શકશે. આ પ્રમાણે નવા સિસ્ટમનું અમલીકરણ હવે પછી કરવા નક્કી કરવામાં આવ્યું છે

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code