
ઈરાનમાં ભૂકંપના જોરદાર આંચકા – રિક્ટર સ્કેલ પર 6 તીવ્રતા નોંધાઈ, વિતેલી રાતે જાપાનમાં પણ ભયાનક ભૂકંપ
- ઈરાન ની ઘરતી ઘ્રુજી
- ઈરાનમાં ભૂકંપની તીવ્રતા 6 નોંધાઈ
દિલ્હીઃ- વિતેલા દિવસને બુધવારના રોજ જાપાનમાં આવેલા ભયાનક ભૂકંપ બાદ આજરોજ ગુરુવારે ઈરાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6 માપવામાં આવી હતી.આ ભૂકંપમાં હજી સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગુરુવારે સવારે દક્ષિણ ઈરાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિદું પૃથ્વીથી 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઈરાનમાં ભૂકંપના સમાચાર GFZ જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સીસ દ્વારા આપવામાં આવ્યા હતા.
જાપાનમાં વિતેલી રાતે 8 વાગ્યે આસપાસ ભૂકંપ આવ્યો
વિતેલા દિવસે જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જાપાનમાં ભૂકંપ બુધવારે રાત્રે 8.06 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર બિંદુ ટોક્યોથી 297 કિમી દૂર નોઁધાયું હતું. પૂર્વ જાપાનમાં વ્યાપક વિનાશ નોંધાયો છે. પૂર્વી જાપાનના મોટા ભાગોમાં રાતોરાત આંચકા અનુભવાયા હતા.
જાપાનમાં 7.1ની તીવ્રતાના ભૂકંપ બાદ બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ત્યાં ભૂકંપના કારણે 4 લોકોના મોત થયા હતા અને 90 લોકો ઘાયલ થયા હતા. ઈરાનમાં હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
ટોક્યો ઈલેક્ટ્રિક પાવર કંપનીના જણાવ્યા પ્રમાણે ભૂકંપના કારણે જાપાનમાં લગભગ 20 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ભૂકંપના આંચકા ખૂબ જ જોરદાર હતા. જે બાદ સુનામીનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 2011ની દુર્ઘટનાને 11 વર્ષ પૂર્ણ થયાના થોડા દિવસો બાદ જાપાનમાં ભૂકંપ આવ્યો હતો. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે કહ્યું કે હવે સુનામીનો ખતરો નથી. જોકે, જાપાનના હવામાન વિભાગે ઓછા જોખમની ચેતવણી જાહેર કરી છે.