1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ‘વિનાશપર્વ’ તેમજ ‘હિન્‍દુત્વ’ બે પુસ્તકોનું સહ સરકાર્યવાહ અરુણકુમારજીના હસ્તે વિમોચન
‘વિનાશપર્વ’ તેમજ ‘હિન્‍દુત્વ’ બે પુસ્તકોનું સહ સરકાર્યવાહ અરુણકુમારજીના હસ્તે વિમોચન

‘વિનાશપર્વ’ તેમજ ‘હિન્‍દુત્વ’ બે પુસ્તકોનું સહ સરકાર્યવાહ અરુણકુમારજીના હસ્તે વિમોચન

0
Social Share

અમદાવાદઃ  ડૉ. હેડગેવાર ભવન મણિનગર ખાતે સાંપ્રત સમયના ખૂબજ ઉપયુક્ત વિષય ઉપર શ્રી પ્રશાંત પોળ લિખિત બે પુસ્તકો ‘વિનાશપર્વ’ તેમજ ‘હિન્‍દુત્વ’નું રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સહ સરકાર્યવાહજી શ્રી અરુણકુમારજીના હસ્તે કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત શ્રી જે. નંદકુમારજી, અખિલ ભારતીય સંયોજક પ્રજ્ઞા પ્રવાહ, એ પુસ્તક પરીચય આપતી વેળાએ પ્રમુખ મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો હતો. ભારતીય સંસ્થાનવાદ અંગેની પૃષ્ઠભૂમિ રજુ કરતી વેળાએ તેઓએ ૭૦ વર્ષની આઝાદી પછી પણ આપણે આપણા વ્યક્તિત્વને મૌલિક રીતે રજુ કરવા સક્ષમ છીએ કે નહી એ વિષયના આત્મમંથન માટેનું પુસ્તક એટલે ‘વિનાશપર્વ’ આલેખ્યુ હતું. તેમના કહેવા પ્રમાણે આ આત્મમંથન આપણા માટે જરૂરી બને છે. તે આપણા ભારત કેન્‍દ્રીત વિકાસના પથ પર મુકવામા આવતું પ્રથમ અને અગત્યનુ ચરણ બની રહેશે. જેમ કે શિક્ષણનું ભારતીય કરણ, કાયદાનું ભારતીય કરણ તેમજ વ્યાપારનું ભારતીય કરણ વગેરે. આ સંદર્ભમાં ICCR ખાતે વિદેશી વિદ્યાર્થિઓની એક્ષ્ચેંજ કમિટિના જમૈકા ની એક વિદ્યાર્થિનીએ કહેલુ કે તેણીના પ્રવાસ દરમિયાન થયેલ અભ્યાસ પ્રમાણે ‘દરેક ભારતીયોએ સમગ્ર વિશ્વને તેમની સાચી ઓળખથી અવગત કરાવવા જોઈએ’. ત્યાર બાદ શ્રી નંદકુમારજીએ પુસ્તકના નવ અધ્યાયમા સમાવિષ્ઠ કરવામા આવેલ મુદ્દાઓ તેમજ અગત્યના વિષયોની બારીકાઈથી ચર્ચા કરી.

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શ્રી અરુણકુમારજીએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે  ભારતીય સ્વાધિનતાના અમૃત મહોત્સવ નિમિત્તે વાંચકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલા આ પુસ્તકોના વિષયની પૃષ્ઠભૂમિ તૈયાર કરતી વખતે અંગ્રેજી સંસ્થાનવાદ પાછળના મુખ્ય ઉદ્દેશ્ય તરફ સર્વેનું ધ્યાન દોરે છે.. ૧૯મી સદીમા વ્યાપેલ બે મુખ્ય એકમો જેમ કે  “ગોરા લોકોની પ્રભુ સત્તા” અને “ગોરા લોકોનું ભારણ” કે જેના દ્વારા યુરોપના દેશોએ સમગ્ર વિશ્વને પોતાની અન્યાયકારી સત્તા નીચે ગુલામ બનાવેલા એ વિષય પર સર્વેનુ તેમણે ધ્યાન કેન્દ્રીત કર્યું હતુ. ૧૮૯૩ના વિશ્વ ધર્મ પરિષદમા સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામા આવેલ નીડર વિધાનને તેમણે યાદ કરાવ્યું હતુ કે જેમા સ્વામીજીએ કહેલું કે ‘શ્વેત સમુદાયે મૂળ અમેરિકાના રહિશો સાથે કરેલ નિર્દયતા ભર્યા અત્યાચાર કે જેમાં તેમની જ માતૃભૂમિ પર તેમનુ જ અસ્તિત્વ નામ શેષ રહેવા પામ્યુ જેના બદલામા સમગ્ર એટ્લાન્‍ટિક મહાસાગરનો કિચડ તેમના ચહેરાપર લેપવાથી પણ તેમના કુકર્મોનો હિસાબ ચુક્તે થઈ શકે તેમ નથી’. પર વિશેષ ભાર મુકયો  હતો.

સ્વાધિનતા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે તેઓએ સંસ્થાનવાદના મુખ્ય ઉદ્દેશ તેમજ સ્વરૂપને સમજવું ખુબ જ અગત્યનું ગણી તેને સંશોધનાત્મક રીતે સમજવાની જરૂરીયાત પર ભાર મુકેલ . આ વિષય પાછળનું મુખ્ય કારણ સમજાવતી વખતે તેમણે જણાવેલ કે ભારતની સ્વતંત્રતા પછી  ભારતના મુખ્ય ઈતિહાસ્ ને સમજવાના અને લેખિત સ્વરૂપમાં તૈયાર કરવાની પ્રવૃત્તિ થંભી ગઇ હતી  જે આજે યોગ્ય માધ્યમોની મદદથી પુન: જાગૃત થતી જોવા મળે છે. આ થકી સ્વતંત્રતાના યોગ્ય પરીબળ કે‌ જેને હજારો વર્ષો સુધી વિદેશીઓ સામે આપણને સંગઠીત કરી સમાજના  વિભિન્ન હિસ્સાના ‌લોકોને સાથે  રાખી વિદેશી આક્રમણો સામે ઝઝુમવાની પ્રેરણા પુરી પાડેલ – એ પરિબળ સુધી પહોંચવાનો એક પ્રયત્ન છે. સાથોસાથ શ્રી અરુણ કુમારજીએ‌ હજારો વર્ષોના સંધર્ષ બાદ મળેલ આઝાદી વખતે થયેલ વિભાજન અંગે પોતાનો ખેદ વ્યક્ત કરેલ અને વિભાજન પાછળના પરિબળો ને પણ સમજવા માટેના પ્રયત્ન સ્વરૂપ લખાયેલ આ પુસ્તકોને બિરદાવ્યા હતા.

આત્મવિસ્મૃતીને વિશ્વનું સૌથી મોટું નુકસાન ગણાવતા તેઓએ સમજાવેલ કે અંગ્રેજોએ કેવી યોજનાબદ્ધ રીતે દરેક ભારતીયોના હૃદયમાંથી આ આત્મા પ્રત્યેની શ્રધ્ધાને ખૂબજ સલુકાઈપૂર્વક હટાવી  દીધી હતી જેનું ઉદાહરણ આપતી વખતે તેઓએ બંગાળ જેવા સમૃધ્ધ રાજ્યમા ૧૭૬૫માં અંગ્રેજી શાસન આવ્યા બાદ પડેલા ત્રીસ વર્ષના કૃત્રિમ દુષ્કાળ અને રોગચાળા વિષયની સમજ આપી હતી. તેમણે જણાવેલ કે જ્યાં જ્યાં યુરોપિયન્‍સ ગયા ત્યાં ત્યાં રોગચાળા અને  દુષ્કાળના માધ્યમથી લોકોના જીવનમાં પ્રસ્થાપિત ‘સ્વ’ને તેઓએ હાની પહોચાડી હતી.

‘સ્વ’ કે જેની મદદથી આપણે લોકોએ અંગ્રેજી શાસનનો વિરોધ કર્યો, તેના વિશે સમજાવતી વખતે શ્રી અરુણકુમારજીએ ‘સ્વત્રયી’ની વિભાવના સમજાવેલ. જેમા પ્રથમ ‘સ્વધર્મ’, ‘સ્વરાજ’ અને ‘સ્વદેશી’ સામેલ હતા કે જેના આધારે આપણે સ્વતંત્રતા સંગ્રામ લડયા અને સ્વાધીનતા મેળવી હતી. આ ‘સ્વ’ ને કારણે આપણને તોડવા  માટે પ્રયત્નશીલ અંગ્રેજો સમક્ષ આપણે એક કરીને લડવા માટે સામર્થ્ય પ્રાપ્ત કર્યું હતું . આજે  આઝાદીના ૭૫ વર્ષ બાદ આજનું ભારત આ ‘સ્વ’ની પ્રેરણાથી જ નવા રૂપમાં વિશ્વ સમક્ષ ઉભરી રહ્યું છે.  ‘હિંદુત્વ’ પુસ્તક  આપણને આ  ‘સ્વ’ થી પરિચિત કરવામાં ખૂબજ અગત્યનો ભાગ ભજવશે. મુળ હિન્દીમાં લખાયેલા આ બન્ને પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ શ્રી શ્રીકાંતજી કાટદરે દ્રારા કરવામાં આવ્યો છે.

કાર્યક્રમનું સંચાલન શ્રી જવનીલભાઈ  ત્રિવેદીએ કર્યુ હતું. . પ્રાંતમંત્રી શ્રી ઈશાનભાઈ જોષીએ મહેમાનો પરીચય આપ્યો હતો.. ફેસબુક તેમજ અન્ય ઓનલાઈન માધ્યમ ની મદદથી  દેશવિદેશના અમંત્રિતોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો. આભારવિધિ શહેર અઘ્યક્ષ ડૉ. શિરીષ કાશીકરે કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code