
સત્યને દબાવવા માટે એક ઈકોસિસ્ટમ કામ કરે છેઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ દર્શકો ખુબ પસંદ કરી રહ્યાં છે. ફિલ્મને જોયા બાદ દર્શકો વિવેક અગ્નિહોત્રીના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મની પ્રસંશા કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ફિલ્મની ટીમની મુલાકાત લીધી હતી. દરમિયાન ભાજપની સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલની ચર્ચા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ફિલ્મમાં જે દર્શાવવામાં આવ્યું છે તેને દબાવાની કોશિષ કરાઈ હતી.
પીએમ મોદીએ કહ્યું હતું કે, આ ફિલ્મ મારફતે સત્યને બહાર લાવવામાં આવ્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, સત્યને દબાવવા માટે એક ઈકોસિસ્ટમ કામ કરે છે. સત્યને બહાર લાવતી આ પ્રકારની ફિલ્મો વધારે બનવી જોઈએ.
ધ કાશ્મીર ફાઈલ્સ આવકના મુદ્દે કમાલ કરી રહી છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મની વાર્તા મજબુત છે. ફિલ્મમાં 90ના દાયકાની કાશ્મીરી પંડિતોને ઘરથી બેઘર કરવાની વાર્તા દર્શાવવામાં આવી છે. ધ કાશ્મીર ફાઈલ્સની પટકાથા અને વાર્તા નવી ઉંચાઈએ લઈ જતી ફિલ્મ છે. દર્શકોની ડિમાન્ડના આધારે ફિલ્મને દેશભરમાં 2000 સ્ક્રીન્સ પર રીલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ દર્શકોને વધારે પસંદ આવી રહી છે.
વિવિક રંજન અગ્નિહોત્રીએ વડાપ્રધાનનો આભાર માનતા લખ્યું હતું કે, હું અભિષેક અગ્રવાલનો આભારી છે. તેમણે ભારતમાં સૌથી પડકારજન્ય સત્ય દેખાડવાની હિંમત કરી અને ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ યુએસએમાં રિલીઝ થઈ રહી છે.
(Photo-File)