1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય,હવે ભકતો મહાકાળી માતાને ચઢાવી શકશે ધજા
પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય,હવે ભકતો મહાકાળી માતાને ચઢાવી શકશે ધજા

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય,હવે ભકતો મહાકાળી માતાને ચઢાવી શકશે ધજા

0
Social Share
  • હવે ભકતો મહાકાળી માતાને ધજા ચઢાવી શકશે
  • પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય
  • ધજા માટે અલગ અલગ દર પણ જાહેર કરાયા

પંચમહાલ : પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય અંતર્ગત હવે ભકતો મહાકાળી માતાને ધજા ચઢાવી શકશે. તેમજ અલગ અલગ માપની ધજા માટે અલગ અલગ દર પણ જાહેર કરવામાં આવ્યા છે.11 ફૂટની ધજાના 3100,21 ફૂટની ધજાના 4100,31 ફૂટની ધજાના 5100,41 ફૂટની ધજાના 6100 અને 51 ફૂટની ધજાના 11000 ભક્તોએ ચુકવવા પડશે.આ નિર્ણયનો 26 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિના પ્રથમ દિવસથી જ અમલ કરવામાં આવશે.

પાવાગઢમાં મહાકાળી મંદિરના શિખર ઉપર દિવસમાં 5 વાર ધજા બદલાશે. તેમજ ધજા ઉપર જયશ્રી કાલિકા માતાજી લખવામાં આવશે. શિખર ધજા ચઢાવવાની સમગ્ર કામગીરી મંદિર ટ્રસ્ટ અને અનુભવી સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે. તો નવરાત્રિની મોટી આઠમ તેમજ દેવ દિવાળીના દિવસે આખો દિવસ શિખર ઉપર મંદિરની ધજા જ ફરકતી રહેશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જગત મંદિર દ્વારિકા ખાતે પણ દિવસમાં પાંચ વાર ધજા બદલવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 500 વર્ષ બાદ મંદિરના શિખર ઉપર ધજારોહણ કરવામાં આવ્યું હતું. પાવાગઢ મંદિરનું શિખર સૈકાઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતા તેમજ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખંડિત શિખર ઉપર ધજા ચઢાવી ન શકાય. આથી મંદિર ઉપર ધજા નહોતી.

 

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code