
- બિહારમાં હવે 4 દિવસ જ થશે રસીકરણ
- રસીકરણની ગતિ ઘીમી પડી શકે છે
પટનાઃ સમગ્ર દેશમાં કોરોના મહામારી સામેની જંગી લડતમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે, કોરોના સામેની લડતમાં વેક્સિન એક માત્ર મજબૂત હથિયાર તરીકે જોવા મળે છે ત્યારે હવે બિહાર રાજ્યમાં કોરોના રસીકરણ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કરવામાં આવશે, જ્યારે બે દિવસ નિયમિત રસીકરણ કરવામાં આવશે. તે જ સમયે, હવે રવિવારના રોજ વિશેષ પરિસ્થિતિમાં રસીકરણ કરવામાં આવશે.
આ નવા આદેશની અસર રવિવારે રાજ્યભરમાં રસીકરણ પર જોવા મળી હતી. આઠ જિલ્લાઓમાં રસીકરણ કરવામાં આવ્યું ન હતું, જ્યારે પાંચ જિલ્લામાં સો કરતા પણ ઓછું રસીકરણ કરવામાં આવ્યુ હતું. રસીકરણના કામમાં રોકાયેલા હજારો લોકોને પણ આ નવા આદેશથી રાહત મળશે. જો કે, આગામી છ મહિનામાં છ કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક હાંસલ કરવા માટે, હવે રાજ્યમાં રસીકરણની ગતિ ઝડપી બનાવવી પડશે.
હવે રાજ્યમાં માત્ર સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે રસીકરણ કરવામાં આવશે. જિલ્લાઓ અને આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુબજ, ઘણા જિલ્લાઓએ રવિવારથી જ રાજ્ય આરોગ્ય સમિતિના આ નવા આદેશનો અમલ શરૂ કરી દીધો છે. જો કે, ઘણા જિલ્લાઓમાં રસીનો અભાવ હતો. કેટલાક જીલ્લામાં રસી લેનારાઓની સંખ્યા નહીવત જોવા મળી હતી.
રાજ્ય સરકારે રસીકરણ અભિયાન 21 જૂનથી શરૂ કર્યું હતું, જ્યારે કેન્દ્રએ 1 જુલાઇથી આ અભિયાન શરૂ કર્યું છે. બિહારમાં, આવતા છ મહિનામાં છ કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, દરરોજ સરેરાશ 3.30 લાખ લોકોને રસી લેવાની હતી. પરંતુ અઠવાડિયામાં ચાર દિવસ રસીકરણ કરવામાં આવે તો આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દરરોજ લગભગ 5.70 લાખ રસી આપવી પડશે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ શનિવારે આરોગ્ય વિભાગની સમીક્ષા દરમિયાન રાજ્યમાં રસીકરણની ગતિ વધારવાની સૂચના આપી હતી.
આરોગ્ય વિભાગના સંપૂર્ણ ફોક્સ કોરોના રસીકરણ પર હોવાને કારણે રાજ્યમાં નિયમિત રસીકરણ પ્રભાવિત થઈ હતુ આમ ન થાય તેના માટે અઠવાડિયામાં બે દિવસ બુધવાર અને શુક્રવારના દરેક આરોગ્ય કેન્દ્રો પર નિયમિતપણે રસીકરણનો નિર્ણય લેવામાં આવે છે.દેશભરમાં હજારો સ્વાસ્થ્ય કર્મીઓ રસીકરણ અભિયાન સાથએ જોડાયેલા છે તેઓને એક પણ દિવસ રજા મળી નથી.