1. Home
  2. ગુજરાતી
  3. ‘બાલિકા વધૂ 2’ માં આનંદીના રોલમાં જોવા મળશે હવે શિવાંગી જોશી – સિરીયલમાં આવશે જોરદાર  ટ્વિસ્ટ
‘બાલિકા વધૂ 2’ માં આનંદીના રોલમાં જોવા મળશે હવે શિવાંગી જોશી – સિરીયલમાં આવશે જોરદાર  ટ્વિસ્ટ

‘બાલિકા વધૂ 2’ માં આનંદીના રોલમાં જોવા મળશે હવે શિવાંગી જોશી – સિરીયલમાં આવશે જોરદાર  ટ્વિસ્ટ

0
Social Share
  • બાલિકા વધૂની આનંદી બનશે ‘નાયરા’ એટલે કે વિશાંગી જોશી
  • સિરીયલ ટૂ મા આવશે મજેદાર ટ્વિસ્ટ

 

મુંબઈઃ- નાયરા નામથી સૌ કોઈ પરિચીત છે.યે રિશ્તા ક્યા કહેલાતા હેમાં નાયરાનું પાત્ર ભજવતી શિવાંગી જોશીએ ખૂબ જ નાની વયે લોકપ્રિયતા મેળવી છે,નાયરાથી ઘર ઘરમાં તે જાણીતી બની હતી ત્યારે હવે બાલિકા વઘૂ 2 માં આનંદીના રોલમાં ફરીથી તે ઘર ઘરમાં જોવા મળશે.

સોશિયલ મીડિયા પર  શિવાંગી જોશીનો દબદબો  જોવા મળે છે. જો કે, સીરિયલ પછી શિવાંગી હજુ સુધી સ્ક્રીન પર દેખાઈ નથી, જેના કારણે તેના ફેન્સ અભિનેત્રીને મિસ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે ‘બાલિકા વધૂ 2’ માં મોટી આનંદીના પાત્ર માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે અને હવે નિર્માતા શિવાંગી જોશીને આ પાત્રમાં જોવા માંગે છે. નિર્માતાઓનું માનવું છે કે શિવાંગી આ પાત્ર માટે પરફેક્ટ હશે. જેનું કારણ એવું માનવામાં આવે છે કે શિવાંગી જોશી આ સીરિયલનો ભાગ બની શકે છે. આ સિવાય સિરિયલમાં એક્ટર રણદીપ રાય મોટા જગ્યાનું પાત્ર ભજવી શકે છે.

નિર્માતા આનંદીના પાત્ર સાથે કોમ્પ્રોમાઈઝ કરવા માંગતા નથી. તેનું માનવું છે કે આ સિરિયલ માટે પરફેક્ટ સ્ટાર કાસ્ટ હોવી જરુરી છે, જેથી નિર્માતા શિવાંગી જોશીને આ સિરિયલમાં ભાગ બનાવવા જઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે નવેમ્બરના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં, આ સિરિયલમાં એક લીપ લેવામાં આવશે અને પછી શિવાંગી જોશી સિરિયલમાં એન્ટ્રી કરશે.આ સમાચારને લઈને શિવાંગીના ફેન્સ ખૂબ ખુશ થી ગયા છે,જો કે આ બાબતે સત્તાવાર રિતે શિવાંગી જોશીએ હજી કઈ કહ્યું નથી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code