
અંદમાન-નિકોબારમાં ફરી ભુકંપના આંચકા આવ્યાઃ ભુકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધાઈ
- અંદામાન નિકોબારમાં ભૂકંપના આંચકા
- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.6 નોંધવામાં આવી
દિલ્હીઃ સમગ્ર દેશના કેટલાક વિસ્તારોમાં ભુકંપના આંચકાઓ આવવાની ઘટનાોમાંવધારો થયેલો જોવા મળે છે, ત્યારે 2 દિવસ પહેલા જ અંદમાન નિકોબારમાં ભુકંપના આંચકાો આવ્યા હતા, તો હવે ફરી એક વાર અંદમાન નિકોબારની ઘરાલ ઘ્રજી ઉઠી હતી.
મળતી માહિતી પ્રમાણે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં વિતેલી બુધવારની રાત્રે ભૂકંપના જોરદાર આંચકાઓ અનુભવાયા હતા. કેમ્પબેલમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 નોંધવામાં આવી હતી.
અંદમાન નિકોબારમાં ભુકંપના આ આચંકાઓ અંદાજે રાત્રીના 11 વાગ્યેને 27 મિનિટે આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થી રહી છે, જણાવી દઈએ કે આજે સવારે પણ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તે વખતે ભુકંપની તીવ્રતા 4.3 નોંધાઈ હતી.