
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈ રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું
રાજકોટ:સોરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં આગામી તારીખ 17 થી યોજાવા જઈ રહ્યો છે.આ લોકમેળામાં સૌરાષ્ટ્ર ભરમાંથી પાંચ દિવસમાં લાખો લોકો ઉમટતા હોય છે.જેને અનુસંધાને રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં રેસકોર્સ ફરતે અઢી કિ.મી.ના રીંગરોડને તા.17થી 21 ઓગસ્ટ દરમિયાન વાહન વ્યવહાર માટે બંધ કરાશે.રેસકોર્ષ ફરતેના રસ્તાઓને નો-પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે.તેમજ વાહન વ્યવહાર માટે અમુક રસ્તાઓ બંધ કર્યા છે.આ જાહેરનામુ 21 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.
આ રસ્તા બંધ કરવામાં આવ્યા
બહુમાળી ભવન સર્કલથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ ,પોલીસ હેડ કવાર્ટરથી જુની એન.સી.સી. ચોક, આમ્રપાલી અંડરબ્રીજથી રેસકોર્ષ રીંગરોડ,ચાણક્ય બીલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક,બહુમાળી ભવન ચોકથી જીલ્લા પંચાયત ચોક, ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાટર્સ સર્કલ,જુની એન.સી.સી. ચોકથી કિશાનપરા ચોક,ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાર્ટર સર્કલ સુધી, IBની ઓફિસથી પો,અધિ. રાજકોટ ગ્રામ્યના બંગલા સુધી, વિશ્વા ચોકથી જુની એન.સી.સી. ચોક સુધી.
ઉલ્લેખનીય છે કે,રાજકોટના રમણીય રેસકોર્સ મેદાનમાં આગામી તા.૧૭ના સાંજે ૪ વાગ્યે સૌરાષ્ટ્રના સૌથી મોટો લોકમેળો સીએમના હસ્તે ખુલ્લો મુકાશે.જેમાં આ વખતે અનેકવિધ આકર્ષણો ઉમેરાયા છે.