
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 12,820 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 140 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 11,999 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,52275 દર્દીઓ કોરોનાને મહાત્ આપી ચુક્યા છે. આજે 140 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 25 લોકો અને સુરત શહેરમાં 10, રાજકોટમાં 10, વડોદરામાં 9 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ 74,46 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 4616 અને અમદાવાદ જિલ્લામાં 55, સુરત શહેરમાં 1309, અને જિલ્લામાં 347, વડોદરા શહેરમાં 497, અને જિલ્લામાં 439, રાજકોટ શહેરમાં 397, અને જિલ્લામાં 127, જામનગર શહેરમાં 393, અને જિલ્લામાં 319, ભાવનગર શહેરમાં 431, અને જિલ્લામાં 140, ગાંધીનગર શહેરમાં 155, અને જિલ્લામાં 162, પાટણમાં 131, મહેસાણામાં 493, દાહોદમાં 159, પંચમહાલમાં 108, બનાસકાંઠામાં 199, ભરૂચમાં 101 , ખેડામાં 159, મોરબીમાં 110, કચ્છમાં 187, આણંદમાં 127, મહિસાગરમાં 169, નવસારીમાં 160, સહિત કુલ 12,820 કેસ નોંધાયા છે. રાજયમાં 18થી 44 વર્ષ સુધીના આજે કુલ 27,272 લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. જ્યારે 45થી 60 વર્ષ અને તેનાથી વધુ વયના આજે કુલ 36,177 લોકોને પ્રથમ ડોઝ રસિકરણ કરવામાં આવ્યુ હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 4,52,275 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી. રાજ્યમાં કોરોનાના 1,47499 એક્ટિવ કેસો છે જેમાં 747 દર્દીઓ વેન્ટીલેટર પર છે.