
જમ્મુ-કાશ્મીરમાં ફરી ટાર્ગેટ કિલીંગની ઘટના- પરપ્રાતિંય બે લોકોની આતંકીઓ એ ગોળી મારીને હત્યા કરી
- ટાર્ગેટ કિલીંગની વધતી જતી ઘટનાઓ
- ફરી 2 પરપ્રાંતિયોની આતંકીઓએ હત્યા કરી
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપી રહ્યા છએ, કલમ 370 અસ્રહીન થયા બાદ અહી કામઅર્થે આવતા પ્રવાસી મજૂરો પર આતંકીઓ વાર કરી રહ્યા છે,ચોક્કસ લોકોને આતંકીઓ દ્રારા નિશાન બનાવીને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છએ, ત્યારે ફરી એક વખત આવી જ ટાર્ગેટ કિલીગંની ઘટના સામે આવી છે.
આ 36 કલાકમાં ફરી ટાર્ગેટ કિલિંગની ઘટના બની છે વિતેલી રાતે એટલે કે સોમવારે મોડી રાત્રે લગભગ 12.30 વાગ્યે દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં ઉત્તર પ્રદેશના બે કામદારોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંનેની ઓળખ કન્નૌજ જિલ્લાના મુનીશ અહેમદ અને સાગર અલી તરીકે થઈ છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ઘર્યું છેય
પોલીસે આપેલી જાણકારી મુજબ આતંકીઓએ પહેલા ઘરમાં સૂઈ રહેલા કામદારો પર ગ્રેનેડથી હુમલો કર્યો. આ પછી ગોળીબાર કરવામાં આવ્યો જેમાં વ્યક્તિનું મોત થયું હતું. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.ઉલ્લેખનીય છે કે ટાર્ગેટ કિલીંગની ઘટના બાદ કાશ્મીરમાં રહેતા લોકોમાં ભય ફેલાયો છે સતત આતંકીઓ આવી ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળે છે,ખાસ કરીને કાશ્મીરી પંડિત સમૂદાયના લોકો પોતાની સલામતીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.