
મોંઘા પ્રોડક્ટ્સને બદલે ચહેરા પર લગાવો ટામેટાંનો ફેસ પેક,મળશે કુદરતી ચમક
ખૂબસુરત ગ્લોઈંગ સ્કિન તો દરેક મહિલાઑની ઇચ્છા હોય છે. આ માટે તે બજારમાંથી ઘણી મોંઘી સ્કિન કેર પ્રોડક્ટ્સ પણ લાવે છે પરંતુ કોઈ ખાસ ફરક જોવા મળતો નથી. આવી સ્થિતિમાં તમારે કુદરતી વસ્તુઓની મદદ લેવી જોઈએ. આજે અમે તમને રસોડામાં હાજર એક એવી વસ્તુ વિશે જણાવીશું જે તમામ મોંઘા પ્રોડક્ટ્સ કરતાં ચડિયાતી છે. અમે ટામેટાં વિશે વાત કરી રહ્યા છીએ. આ ફેસ પેક લગાવવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. તો આવો અમે તમને જણાવીએ કે આ ફેસ પેક બનાવવાની રીત…
ટામેટા અને કાકડી
આ ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં ટામેટાંનો રસ લો, તેમાં કાકડીની પેસ્ટ મિક્સ કરો. આ મિશ્રણમાં મધ પણ મિક્સ કરો. હવે તેને તમારા ચહેરા પર લગાવો. 15-20 મિનિટ પછી, તમારા મોંને પાણીથી ધોઈ લો. આ ફેસ પેક ત્વચાનું એકસ્ટ્રા ઓઈલ ઘટાડવામાં મદદ કરે છે.
ટામેટા અને ઓલિવ ઓઈલ
ઓલિવ ઓઈલ એક ઉત્તમ કુદરતી મોઈશ્ચરાઈઝર છે.તમે તેને ટામેટા સાથે તમારા ચહેરા પર લગાવીને તમારી ત્વચાને ચમકદાર બનાવી શકો છો. સૌથી પહેલા ટામેટાની પેસ્ટ લો અને તેમાં એક ચમચી ઓલિવ ઓઈલ ઉમેરો. આ ફેસ પેકને તમારા ચહેરા પર લગાવો. સુકાઈ ગયા પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. આ પછી ત્વચા નરમ રહેશે.
ટામેટા અને મધનો ફેસ પેક
ટામેટાના રસમાં મધ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. આ પેકને ચહેરા પર લગાવો. થોડીવાર પછી પાણીથી મોં ધોઈ લો.