
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિવિધ સમિતિમાં નિમણુક કરાઈ
ખેડબ્રહ્મા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરમાં સમિતિઓની પુન: રચના માટે આજે યોજાયેલ વાષિઁક સાધારણ સભામાં સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પાદરડીના વતની, જે.ડી.પટેલ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના શિક્ષણ અને બોડઁના સભ્ય હસમુખભાઈ દેવજીભાઈ પટેલની ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિ, શૈક્ષણિક સમિતિ અને અભ્યાસ સમિતિના સભ્ય તરીકે સવાઁનુમતે વરણી કરવામાં આવી હતી તેવુ શિક્ષણ બોર્ડના સચિવ એન.જી.વ્યાસે એક યાદીમાં જણાવ્યુ હતુ. હસમુખભાઈ પટેલને ત્રણ સમિતિમાં નિમણુક મળતાં સાબરકાંઠા જીલ્લા ઉપરાંત સમગ્ર રાજયની શૈક્ષણિક સંસ્થાઓ તથા મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.