ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે અરવિંદ કુમારની નિયુક્તિ
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે અરવિંદકુમારની નિયુક્તિ કરવામાં આવી છે.. કેન્દ્ર સરકારે દેશની 13 હાઈકોર્ટ માટેના ન્યાયાધીશની નિમણુંકની જાહેરાત કરી છે. જેમાં પાંચ જસ્ટિસની ટ્રાન્સફર કરવામાં આવી છે. જ્યારે જુદા જુદા રાજ્યામાં આઠ ચીફ જસ્ટિસની નિમણુંક કરાઈ છે. પદનામિત જજ ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે.
ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે અરવિંદ કુમારની નિયુક્તિ કરવામાં આવી છે. દેશના જુદા જુદા રાજ્યોની વડી અદાલતોમાં જે જજોની ચીફ જસ્ટિસ તરીકે નિમણુંક થઈ છે તેમ જસ્ટિસ અરવિંદ બિંદલ – અલ્લાહબાદ, જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ – કલકત્તા, જસ્ટિસ પી.કે.મિશ્રા – આંધ્રપ્રદેશ, જસ્ટિસ રિતુ રાજ અવસ્થી – કર્ણાટક, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા – તેલંગાણા, જસ્ટિસ અરવિંદ કુમાર – ગુજરાત, જસ્ટિસ આર.વી. મલીમથ – મધ્યપ્રદેશ, જસ્ટિસ રંજન વી.મોરે – મેઘાલયનો સમાવેશ થાય છે. જ્યારે પાંચ જજની બદલીઓ કરવામાં આવી છે, જેમાં જસ્ટિસ અકીલ કુરેશી – ત્રિપુરાથી રાજસ્થાન, જસ્ટિસ ઇન્દ્રજીત મહંતી – રાજસ્થાનથી ત્રિપુરા, જસ્ટિસ મહમદ રફીક – મધ્ય પ્રદેશથી હિમાચલ પ્રદેશ, જસ્ટિસ અરૂપ કુમાર ગોસ્વામી – આંધ્ર પ્રદેશથી છત્તીસગઢ અને જસ્ટિસ બિસ્વનાથની – મેઘાલયથી સિક્કિમ ટ્રાન્સફર કરાઈ છે.