1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠાના લાલાવાડા ખાતે અર્બુદા માતાજીના રજત મહોત્સવની ચાલતી ધૂમ તૈયારીઓ,
બનાસકાંઠાના લાલાવાડા ખાતે અર્બુદા માતાજીના રજત મહોત્સવની ચાલતી ધૂમ તૈયારીઓ,

બનાસકાંઠાના લાલાવાડા ખાતે અર્બુદા માતાજીના રજત મહોત્સવની ચાલતી ધૂમ તૈયારીઓ,

0
Social Share

પાલનપુરઃ  બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના લાલાવાડા ખાતે ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં યોજાનારા અર્બુદા માતા રજત મહોત્સવની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. લાલાવાડા ખાતે તૈયાર થઈ રહેલી સહસ્ત્ર ચંડી 108 કુંડી મહાયજ્ઞની યજ્ઞ શાળામાં લીંપણની કામગીરી હાથ ધરાઈ હતી.જે કામગીરીમાં સમગ્ર જિલ્લામાં વસતા આજણા -ચૌધરી સમાજની મહિલાઓ હજારોની સંખ્યામાં જોડાઈ હતી. અને પોતાનું શ્રમદાન કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલા અર્બુદા માતાના મંદિરની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થતા આંજણા ચૌધરી પટેલ કેળવણી મંડળ દ્વારા માં અર્બુદાનો રજત મહોત્સવ આગામી ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં યોજાશે.  મહોત્સવની તમામ પ્રકારની તૈયારીઓ જ શરૂ કરી દેવામાં આવી છે. લાલાવાડા ખાતે ત્રીદિવસીય સહસ્ત્ર ચંડી 108 કુંડી મહાયજ્ઞ યોજાશે. જેને લઇ 7 માળની વાંસની યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. આ યજ્ઞશાળામાં લીંપણ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને લઇ સમગ્ર જિલ્લામાંથી ચૌધરી -આજણા પટેલ સમાજની હજારો બહેનોએ લાલાવાડા ખાતે એકત્ર થઈ અને ઢોલ નગારા સાથે નાચગાન સાથે જાણે પોતાના ઘરે પ્રસંગ આવ્યો હોય, તેમ યજ્ઞશાળામાં દેશી ગાયના છાણથી યજ્ઞ શાળામાં લીંપળ કરી શ્રમદાન કર્યું હતું. મહત્વની વાત છે કે 3 જી ફેબ્રુઆરીથી શરૂ થનારી આ સહસ્ત્ર ચંડી મહા યજ્ઞમાં દેશ વિદેશમાંથી ચારે વેદોના જ્ઞાની ભૂદેવો અહીં આવશે અને 108 યજમાનોને યજ્ઞમાં આહુતિ અપાવશે.

પાલનપુરમાં પહેલી ફેબ્રુઆરીથી રજત ઉત્સવની ઉજવણી શરૂ થશે, જેમાં પહેલી ફેબ્રુઆરીએ બનાસકાંઠા સહિત અનેક ગામેગામ વસતા ચૌધરી સમાજના લોકો પોત પોતાના ગામની સાફ-સફાઈ કરી ગામને સ્વચ્છ બનાવશે. તો 2 જી ફેબ્રુઆરીએ પાલનપુર ખાતે આવેલા અર્બુદા માતાના મંદિરથી મહા શોભાયાત્રા યોજાશે, જે પાલનપુરના વિવિધ માર્ગો ઉપર ફરીને પરિક્રમા કરશે, જેમાં લાખો લોકોની જનમેદની ઉમટશે. તો 3 જી ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી એટલે કે ત્રી-દિવસય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ પાલનપુરના લાલાવાડા ખાતે યોજાશે. જેમાં 500થી વધુ વિધવાન પંડિતો શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરાવશે જેમાં 108 હવન કુંડ બનાવવામાં આવ્યા છે અને ત્યાં દેશના વિવિધ રાજ્યો માંથી 4 વેદોના જાણકાર પ્રખર પંડિતો યજમાનોને મહાયજ્ઞમાં આહુતિ અપાવશે. જોકે આ યજ્ઞમાં ફક્ત બનાસકાંઠા કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ વિદેશમાં વસતા ચૌધરી -આંજણા સમાજના લોકો સહિત અન્ય સમાજના લાખો લોકો આ યજ્ઞમાં દર્શનાર્થે પહોંચશે. જેને લઇ કોઈપણ દર્શનાર્થીને કોઈપણ જાતની અગવડતા ન પડે તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓથી મંડળ સજજ બની રહ્યું છે. લાલાવાડા ખાતે યોજાનારા યજ્ઞમાં આવનારા લાખો લોકોને પાર્કિંગની સુવિધા તેમજ ભોજનની સુવિધા માટે આસપાસના વિસ્તારની 250 એકરથી વધુ જમીનમા ખેડૂતોએ શિયાળા પાકનું વાવેતર નથી કર્યું. પરંતુ આ જમીન મહોત્સવમા ઉપયોગ કરવા અર્પણ કરી દીધી છે, તો સાથે સાથે મહોત્સવમાં આવનારા લાખો લોકોને રહેવા જમવાની પણ સુવિધાથી અત્યારે મંડળ સજ્જ બની રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code