Homeગુજરાતીગુજરાતઅર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા કચ્છ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં જીવદયા જતન કાર્ય

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા કચ્છ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં જીવદયા જતન કાર્ય

ભુજ, 9 એપ્રિલ, 2026 – રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ભુજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ચકલી દિવસ નિમિત્તે ચકલીના સંવર્ધન માટે પાણીના 10 કુંડા, 20 ચકલી ઘર અને 10 ફૂડ ફીડર લગાવવામાં આવ્યા હતા.

Arham Yuva Seva Group carries out life-saving work in the girls' hostel of Kutch University
Arham Yuva Seva Group carries out life-saving work in the girls’ hostel of Kutch University

આ કાર્યક્રમમાં હોસ્ટેલના રેક્ટરશ્રી વિમળાબેન મહેશ્વરી અને અર્થ એન્ડ એન્વાયરમેન્ટ જીયોલોજી ડીપાર્ટમેન્ટ લેબોરેટરીશીયન એ વિદ્યાર્થીઓને પક્ષીઓની જતન માટેની માહિતી આપી હતી સમગ્ર કાર્યકમ નું સંચાલન વોર્ડનશ્રી જાનવી નિમાવતે કર્યું હતું.  આ સેવા કાર્યમાં 50થી વધારે વિધાર્થિનીઓ જોડાઈ હતી. જ્યારે અર્હમ યુવા સેવા ગ્રુપ માંથી ડૉ. હર્ષદ નિર્મલ યુનિવર્સિટી લાયબ્રેરીયન, હિરેનભાઈ અને ઓજસભાઈએ સેવા આપી હતી.

સંબંધિત લેખો

Most Popular