
જમ્મુ-કાશ્મીરમાંથી સેનાએ એક આતંકીની હથિયારો સહીત કરી ઘરપકડ
- જમ્મુ કાશ્મીરમાં સેનાએ ઓતંકીને દબચ્યો
- પિસ્તોલ,મેગેઝિન સહીત ગોળીઓ પણ ઝપ્ત કરી
શ્રીનગર -જમ્મુ કાશ્મીર એવો પ્રદેશ છે કે જ્યાં આતંકીઓ સતત નજર રાખી રહ્યા હોય છે.જો કે સેના દ્રારા સતત આતંકીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.ત્યારે વધુ એક આતંકીની સેનાએ ધરપકડ કરી હોવાના એહવાલ મળી રહ્યા છે.પ્રાપ્ત જાણકારી જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષા દળોએ એક આતંકવાદીની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદી પાસેથી એક ચાઈનીઝ પિસ્તોલ, બે મેગેઝીન અને કેટલીક ગોળીઓ મળી આવી છે. ગોપનીય માહિતીના આધારે, પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત શોધ ટીમે ડોડા શહેરની બહારના વિસ્તારમાંથી આતંકવાદીને પકડી પાડ્યો હતો. આતંકીની પૂછપરછ ચાલુ છે.
આ સાથે જ આ મહિનાની શરૂઆતમાં પુલવામા જિલ્લામાં એક પોલીસ અધિકારીની હત્યાના સંબંધમાં તેના સંબંધી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સબ-ઇન્સ્પેક્ટર ફારૂક અહેમદને 16 અને 17 જૂનની મધ્યરાત્રિએ તેમના ઘર નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની લાશ ડાંગરના ખેતરમાંથી મળી આવી હતી.આ હત્યારાના આતંકીની ધરકપડ કરી હતી, છેલ્લા ઘણા સમયથી અહીં આતંકી પ્રવૃત્તિ વધી છે. જો કે સેના પણ સતત આતંકીઓને માત આપી રહી છે.