અરુણાચલ પ્રદેશઃ કામેંગ નદીનું પાણી અચાનક જ થઈ ગયું કાળું, હજારો માછલીઓના મોત ચિંતાનો વિષય
- કામેંગ નદીનું પાણી કાળી પડી ગયું
- પાણી ગંદુ થવાથી હજારો માછલીઓના મોત
- ચીનની હોઈ શકે છે આ નાપાક હરકત
ઈટાનગરઃ- અરુણાચલ પ્રદેશમાં કામેંગ નદીનું પાણી અચાનક કાળું થઈ ગયું છે,જેને લઈને સૌ કોઈને આશ્ચર્ય થયું છે,કારણ કે આ પાણી કાળુ પડી ગયું હોવાથી જઆ નદીની હજારો માછલીઓ મૃત્યુ પામી હતી. જ્યારે સ્થાનિક પ્રશાસનને આ અંગેની જાણ થયા બાદ વહીવટીતંત્રે લોકોને આગામી આદેશ સુધી નદીના પાણી કે માછલીનું સેવન ન કરવાની અપીલ કરી છે.
આ બાબતે સ્થાનિક પ્રશાસને આ મામલાની તપાસ માટે નિષ્ણાતોની ટીમની રચના પણ કરી છે. જિલ્લા મત્સ્ય અધિકારી એ આ મામલે જણાવ્યું હતું કે જિલ્લા મુખ્યાલય સેપ્પામાં હજારો માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી.
જિલ્લા મત્સ્યોદ્યોગ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં નદીના પાણીનો ટીડીએસ વધ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે નદીના પાણીનો રંગ પણ કાળો પડી ગયો હતો. તેમણે કહ્યું કે ટીડીએસ વધવાને કારણે જળચર પ્રજાતિઓ માટે પાણીમાં વિઝિબિલિટી ઘટી ગઈ અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોય જેના કારણે તેમનું મૃત્યુ થયું. નિષ્ણાતોના મતે, નદીમાં ટીડીએસ 6,800 મિલિગ્રામ પ્રતિ લિટર હતું, જે 300-1,200 મિલિગ્રામ પ્રતિ લિટરની સામાન્ય શ્રેણી કરતાં ઘણું વધારે હતું.
પાણી કાળું પડવા પાછળ શું ચીનનો છે હાથ?
નવેમ્બર 2017માં પૂર્વ સિયાંગ જિલ્લામાં પાસીઘાટ ખાતે સિયાંગ નદીનું પાણી પણ કાળું થઈ ગયું હતું. હવે લોકો કામેંગ નદીના પાણીને કાળું કરવા પાછળ ચીનનું ષડયંત્ર જણાવી રહ્યા છે. એવો આરોપ છે કે નદીને અડીને આવેલા વિસ્તારોમાં ચીનની બાંધકામ ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. જેના કારણે પાણીમાં TDS વધી ગયો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીન દ્વારા 10 હજાર કિલોમીટર લાંબી ટનલ બનાવવાનું પરિણામ પાણીનું કાળું પડવું છે. જો કે જ્યારે ચીને આ આરોપને નકારી કાઢ્યો હતો.